GUJARATHALOLPANCHMAHAL

પાવાગઢ ખાતે રાજયકક્ષાની છઠ્ઠી આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાઈ

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૨૦.૧.૨૦૨૬

રાજ્ય સરકાર દ્વારા રાજ્યના યુવક,યુવતીઓનો સર્વાંગી વિકાસ થાય તથા તેઓની શક્તિઓને સર્જનાત્મક અને રચનાત્મક માર્ગે વાળવા વિવિધ સાહસિક પ્રવૃત્તિઓ અંતર્ગત વર્ષ ૨૦૧૯-૨૦થી રાજ્યના ચાર પ્રસિધ્ધ પર્વતો પર આરોહણ – અવરોહણ સ્પર્ધાનું આયોજન કરાય છે.જે અન્વયે રમતગમત- યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર અને જિલ્લા વહીવટી તંત્ર, પંચમહાલના સંયુક્ત ઉપક્રમે આજરોજ પાવાગઢ ખાતે રાજ્યકક્ષાની છઠ્ઠી આરોહણ- અવરોહણ સ્પર્ધા યોજાઈ હતી.

પાવાગઢ ખાતે રાજ્યકક્ષાની છઠ્ઠી આરોહણ- અવરોહણ સ્પર્ધાને હાલોલ પ્રાંત અધિકારીસુ ઇપલ્લાપલ્લી સુષ્મિથાએ પાવાગઢનાં માંચી ખાતેથી રાજ્યભરમાંથી ભાગ લેવા આવેલા ૧૪૧ જેટલા દોડવીરોને લીલીઝંડી બતાવી ફલેગઓફ કરાવ્યું હતું. ઓપન વયજૂથમાં યોજાયેલી આ સ્પર્ધામાં ૧૦૭ ભાઈઓ અને ૩૪ બહેનો મળી કુલ ૧૪૧ સ્પર્ધકોઓએ ભાગ લીધો હતો. જેમાં ભાઈઓમાં નર્મદા જિલ્લાનાં વસાવા ઈનેશ ૨૫.૦૮ મિનિટનાં સમય સાથે અને બહેનોમાં સાબરકાંઠાનાં બોદર ખુશ્બૂબેન ૩૪.૨૮ મિનિટના સમય સાથે પ્રથમ સ્થાને રહ્યા હતા.દાહોદ જિલ્લાનાં સુનિલ મોહનિયા ૨૬.૧૯ મિનિટ સાથે દ્વિતીય અને યાદવ નીરજ ૨૭.૪૨ મિનિટનાં સમય સાથે તૃતીય ક્રમે રહ્યા હતા. જ્યારે બહેનોમાં ભાવનગર જિલ્લાનાં વેગડ કાજલબેન ૩૪.૫૭ મિનિટનાં સમય સાથે દ્વિતીય તેમજ સોલંકી ચંદ્રિકા ૩૬.૧૮ મિનિટનાં સમય સાથે તૃતીય સ્થાને રહ્યા હતા.આ સ્પર્ધામાં મહાનુભાવોના વરદહસ્તે પ્રથમ ક્રમે રહેલા વિજેતાને રૂ. ૨૫ હજાર, દ્વિતીય ક્રમે રહેલા ખેલાડીને રૂ. ૨૦ હજાર અને તૃતીય ક્રમે રહેલા ખેલાડીને રૂ.૧૫ હજારનું રોકડ ઈનામ તથા ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે, ત્રણ કિમી આરોહણ અને ત્રણ કિમી અવરોહણ મળીને કુલ ૬ કિમીના અંતરની આ સ્પર્ધા યોજાઈ હતી.

Back to top button
error: Content is protected !!