GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: વાઈબ્રન્ટ ગુજરાત કોન્ફરન્સમાં ૨૦૦થી વધુ મુલાકાતીઓનાં ચક્ષુદાન માટે એમ.ઓ.યુ.

તા.૨૦/૧/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: રાજકોટ ખાતે યોજાયેલ વાઈબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સમાં ઉદ્યોગ સાહસિકોએ બિઝનેસના એમઓયુ કર્યા હતાં. આ તકે આવેલા ૨૦૦થી વધુ મુલાકાતીઓએ ચક્ષુદાન માટે આગળ આવી એમઓયુ (ફોર્મ ભર્યાં) કર્યાં હતાં.

જી.ટી.શેઠ આંખ હોસ્પિટલ દ્વારા વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સમાં આંખના નિદાન અને આંખોની કાળજી અંગે માર્ગદર્શન આપવા પ્રદર્શન હોલમાં સ્ટોલ રખાયો હતો. તા.૧૧ જાન્યુઆરીથી તા.૧૫ જાન્યુઆરી દરમિયાન કાર્યરત સ્ટોલમાં આંખ વિભાગનાં ડોક્ટર્સ અને ટીમે જહેમત ઉઠાવી હતી.

કોન્ફરન્સ દરમિયાન સ્ટોલની મુલાકાતે આવેલા ૩૨૦ થી વધુ મુલાકાતીઓની આંખોની ડોક્ટર્સ ટીમે તપાસણી અને નિદાન કર્યાહતા. આ દરમિયાન ૨૦૦થી વધુ મુલાકાતીઓ પોતાનાં મૃત્યુ બાદ આંખો ડોનેટ કરવા સહમત બની સ્થળ પર ચક્ષુદાન માટેનું ફોર્મ ભર્યું હતું.

એચ.ઓ.ડી. ડૉ. કમલ ડોડીયાના માર્ગદર્શનમાં ડોક્ટર્સની ટીમ દ્વારા અંધાપાને લગતા મોતિયો, જામર, નેત્રદાન સહિત આંખોની કાળજી અંગે મુલાકાતીઓને જાગૃત કરાયા હતાં.

જેમા ગાંધીનગરથી આવેલા જોઇન્ટ ડાયરેક્ટર (આંખ વિભાગ) ડૉ. બી.આર.પટેલ, ડૉ. ઉત્પલ જાની તથા પીડીયું મેડિકલ કોલેજના પ્રોગ્રામ ઓફિસર ડૉ. હરેશ ગઢીયા તથા સી.ડી.એચ.ઓ. ડો. ફૂલમાલી સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી.

આ તકે દિલ્હીથી આવેલા જોઇન્ટ ડાયરેક્ટર ડો. લલિત વાધવાએ જીટી શેઠ સરકારી આંખ હોસ્પિટલની મુલાકાત લઇ જરૂરી માર્ગદર્શન આપી ડોક્ટર્સ અને સમગ્ર ટીમની કામગીરીને બિરદાવી હતી.

Back to top button
error: Content is protected !!