
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
ઇસરી પોલીસની મોટી કાર્યવાહી : ધોળાપાણા સીમમાંથી દારૂ તેમજ ઈકો ગાડી સહિત 9.07 લાખના મુદ્દામાલ સાથે 1 આરોપીની ધરપકડ કરી – દારૂ સપ્લાય માટે હવે ઈકો ગાડીનો ઉપયોગ.!!!
અરવલ્લી જિલ્લાની ઇસરી પોલીસ સ્ટેશને પ્રોહીબીશન વિરુદ્ધ અસરકારક કાર્યવાહી કરતાં મોજે ધોળાપાણા ગામની સીમમાંથી કુલ રૂ. 9,07,430/-નો પ્રોહી મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં એક ઇકો ગાડી, વિદેશી દારૂ, બિયર તથા મોબાઇલ ફોન સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.વિરેન્દ્રસિંહ યાદવ, નાયબ પોલીસ મહાનિરીક્ષક, ગાંધીનગર રેન્જ, તથા મનોહરસિંહ એન. જાડેજા, પોલીસ અધિક્ષક, અરવલ્લી (મોડાસા) અને જે.ડી. વાઘેલા, નાયબ પોલીસ અધિક્ષક, મોડાસા વિભાગ દ્વારા પ્રોહીની હેરાફેરી અટકાવવા કડક સૂચનાઓ આપવામાં આવી હતી.જેના અનુસંધાને પી.વી. પલાસ, ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટર, ઇસરી પોલીસ સ્ટેશનના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી.પોલીસ સબ ઇન્સપેક્ટર એન.એમ. બામણીયા તથા ઇસરી પોલીસ સ્ટાફે મળેલ બાતમીના આધારે સફેદ રંગની મારૂતિ સુઝુકી ઇકો ગાડી નં. GJ-31-BB-5653ને અટકાવી તપાસ કરતા તેમાં બિયર તથા ઇંગ્લિશ દારૂના કુલ 1564 ટીન/બોટલ/ક્વાર્ટરીયા, કિંમત રૂ. 4,01,930/-, મોબાઇલ ફોન નંગ-2 કિંમત રૂ. 5,500/- તેમજ ઇકો ગાડી કિંમત રૂ. 5,00,000/- મળી આવી હતી. આમ કુલ રૂ. **9,07,430/-**નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.આ કાર્યવાહીમાં આરોપી સુબોધભાઈ કિશોરભાઈ ડામોર (ઉ.વ. 45), રહે. દહેગામડા, તા. ભીલોડા, જી. અરવલ્લીની ધરપકડ કરવામાં આવી છે.જ્યારે કે જગદીશભાઈ ઉર્ફે પપ્પુ નારાયણભાઈ પટેલ, રહે. દહેગામડા, તા. ભીલોડા તેમજ બિયર અને ઇંગ્લિશ દારૂનો જથ્થો મંગાવનાર એક અજાણ્યો ઇસમ હાલ ફરાર હોવાનું પોલીસે જણાવ્યું છે. ઇસરી પોલીસે આ બાબતે પ્રોહીબીશન હેઠળ ગણનાપાત્ર ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.





