AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લામાં સ્ત્રીની લાજ લેવાના ગુન્હામાં છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા ૪ વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડયા..

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાનાં આહવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ સ્ત્રીની લાજ લેવાના ઇરાદે આંતરી જાતીય હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપવાના ગુન્હામાં છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા ચાર વોન્ટેડ આરોપીઓને ડાંગ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે રાજસ્થાન અને મહારાષ્ટ્ર ખાતેથી ઝડપી પાડ્યા છે.પોલીસ અધિક્ષક પૂજા યાદવનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.જી. અનડકટ તથા તેમની ટીમે હ્યુમન તેમજ ટેકનિકલ સોર્સના આધારે ચોક્કસ બાતમી મેળવી હતી કે આહવા પો.સ્ટે. “એ” પાર્ટ ગુ.ર.નં. ૧૧૨૧૯૦૦૨૨૪૦૧૭૩/૨૦૨૪ મુજબ ઇ.પી.કો. કલમ ૩૫૪, ૩૫૪(એ)(૧)(૨), ૩૫૪(બી), ૩૫૪(સી), ૩૫૪(ડી)(૧)(૧), ૩૪૧, ૫૦૪, ૫૦૬(૨) તથા ૧૧૪ હેઠળના કામના આરોપીઓ અલગ–અલગ રાજ્યોમાં નાસતા ફરતા હતા.મળેલ બાતમી અનુસાર આરોપીઓ હાલે બીહારીપુરા, જી. બુંદી (રાજસ્થાન) ખાતે હોવાની માહિતી મળતા તાત્કાલિક એલ.સી.બી.ની ટીમ રાજસ્થાનના બુંદી જિલ્લાના બીહારીપુરા ખાતે પહોંચી તપાસ હાથ ધરી. તપાસ દરમ્યાન જાણવા મળ્યું કે આરોપીઓ વાડી/સીમ વિસ્તારમાં દંગા પડાવ બનાવી રહેતા હતા, જ્યાં વાહન વ્યવહારનો કોઈ માર્ગ ન હતો.જેના કારણે ડાંગ એલ.સી.બી.પોલીસ ટીમે અલગ–અલગ ટુકડીઓ બનાવી વેશપલટો કરી કાચા રસ્તે પગપાળા, કાંટા-બાવળ અને પાણીમાંથી પસાર થઈ નદી/નાળા ક્રોસ કરી સીમ વિસ્તારમાં કોર્ડન કરી વોરંટના આધારે બે આરોપીઓને ઝડપી લીધા હતા.ઝડપાયેલા આરોપીઓની વધુ પુછપરછ દરમિયાન જાણવા મળ્યું કે બાકી બે આરોપીઓ મહારાષ્ટ્ર રાજ્યમાં મેળાને લગતા ધંધા અર્થે ગયા છે. જેથી ડાંગએલ.સી.બી.ની એક ટીમ તાત્કાલિક મહારાષ્ટ્ર રવાના કરવામાં આવી હતી અને નાશિક ખાતેથી બાકી બે આરોપીઓને પણ વોરંટના આધારે ઝડપી લેવામાં આવ્યા.આ રીતે કુલ ચારેય વોન્ટેડ આરોપીઓને હસ્તગત કરી આહવા લાવી પુછપરછ બાદ આગળની કાર્યવાહી માટે આહવા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે..

Back to top button
error: Content is protected !!