મરીન ટાસ્ક ફોર્સ દ્વારા દરિયાઈ સુરક્ષા તકેદારી અંતર્ગત જલાલપોરના દાંડી થી સામાપોર સુધી સઘન કોસ્ટલ પેટ્રોલીંગ…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી જિલ્લામાં દરિયાઈ સુરક્ષા તકેદારી અંતર્ગત આંતકવાદી પ્રવૃત્તિઓ અટકાવવા તેમજ કાંઠા વિસ્તારમાં શંકાસ્પદ વ્યકિતઓની હિલચાલ તેમજ દરિયાકાંઠા વિસ્તારમાંથી મળી આવતા શંકાસ્પદ બોટ, ડ્રોન, ડ્રગ્સ પેકેટ્સ, બેગ તેમજ કેફી પદાર્થોની હેરાફેરી અટકાવવા અધિક પોલીસ મહાનિર્દેશક શ્રી અમિતકુમાર વિશ્વકર્મા, દરિયાઇ સુરક્ષા અને મરીન ટાસ્ક ફોર્સના પોલીસ મહાનિરીક્ષકશ્રી પી.એલ.માલ અને પોલીસ અધિક્ષકશ્રી એસ.જે.પરમારના માર્ગદર્શન હેઠળ નવસારી સેકટરના અધિકારીશ્રી તેમજ મરીન કમાન્ડોની ટીમ દ્વારા સઘન કોસ્ટલ પેટ્રોલીંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
જે અન્વયે નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના દરિયાઇ વિસ્તાર દાંડી થી સામાપોર સુધી સઘન કોસ્ટલ પેટ્રોલીંગનું આયોજન હાથ ધરાયું હતું. આ સઘન કોસ્ટલ પેટ્રોલીંગ દરમિયાન મરીન કમાન્ડોની અલગ અલગ ટીમો દ્વારા શંકાસ્પદ વ્યકિત, વાહનો, બોટો, અવાવરૂ જગ્યાઓની તપાસ હાથ ધરવામાં આવી હતી.




