ARAVALLIBHILODAMODASA

ભિલોડા – ઈડર રોડ પર ઘઉંની બોરી ભરેલ ટ્રક નદીમાં ખાબકી, ચાલકનું ઘટનાસ્થળે જ મોત – નવીન બની રહેલા રસ્તાના ડાઇવર્ઝનમાં કચાસ.!!

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

ભિલોડા – ઈડર રોડ પર ઘઉંની બોરી ભરેલ ટ્રક નદીમાં ખાબકી, ચાલકનું ઘટનાસ્થળે જ મોત – નવીન બની રહેલા રસ્તાના ડાઇવર્ઝનમાં કચાસ.!!

અરવલ્લી જિલ્લાના ભિલોડા–ઈડર રોડ પર ઘાંટી ગામ નજીક ઇન્દ્રાસી નદી ઉપર આવેલા બ્રિજ પર મોડી રાત્રે ગંભીર અકસ્માત સર્જાયો હતો. ઘઉંની બોરીઓ ભરેલી એક ટ્રક અચાનક બ્રિજની રેલિંગ તોડી નદીમાં ખાબકી જતા ટ્રક ચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.મૃતક ટ્રક ચાલકની ઓળખ શાંતિલાલ ઠાકોર તરીકે કરવામાં આવી છે. અકસ્માતની જાણ થતાં જ ભિલોડા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. સ્થાનિક ગ્રામજનોની મદદથી ભારે જહેમત બાદ ટ્રક ચાલકનો મૃતદેહ નદીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે હાલ ભિલોડા થી ઈડર રોડનું કામ ચાલી રહ્યું છે અને અનેક સ્થળે ડાઇવર્ઝન આપવામાં આવ્યા છે. કેટલાક સ્થળે ડાઇવર્ઝનની યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે આ અકસ્માત થયો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ મામલે રોડ કોન્ટ્રાક્ટર અને સંબંધિત વિભાગની બેદરકારી સામે પ્રશ્નો ઉઠી રહ્યા છે.મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. ભિલોડા પોલીસે અકસ્માતના સાચા કારણો જાણવા માટે તપાસ શરૂ કરી છે. ટ્રક કયા સંજોગોમાં બ્રિજની રેલિંગ તોડી નદીમાં ખાબકી તેની વિગતવાર તપાસ ચાલુ છે.સ્થાનિક લોકો દ્વારા હાઈવે પર ચાલી રહેલા કામ દરમિયાન યોગ્ય સુરક્ષા વ્યવસ્થા અને સ્પષ્ટ સંકેતો મૂકવાની માંગ કરવામાં આવી રહી છે, જેથી ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ અટકાવી શકાય.

Back to top button
error: Content is protected !!