
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
ઇસરી : રેલ્લાવાડા ગામની સીમમાંથી ઇસરી પોલીસે રૂ. 2.11 લાખનો પ્રોહી મુદ્દામાલ ઝડપી પાડ્યો – દારૂની હેરાફેરી માટે ઈકો ગાડીઓનો ઉપયોગ..!!!
વિરેન્દ્રસિંહ યાદવ, નાયબ પોલીસ મહાનિરીક્ષક ગાંધીનગર રેન્જ તથા મનોહરસિંહ એન. જાડેજા, પોલીસ અધિક્ષક, અરવલ્લી–મોડાસા તેમજ જે.ડી. વાઘેલા, નાયબ પોલીસ અધિક્ષક, મોડાસા વિભાગ દ્વારા જિલ્લામાં પ્રોહીબીશનના ગુનાઓ અટકાવવા માટે આપવામાં આવેલી કડક સૂચનાઓના અનુસંધાને ઇસરી પોલીસ દ્વારા અસરકારક કાર્યવાહી કરવામાં આવી છે.
પી.વી. પલાસ, ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટર, ઇસરી પોલીસ સ્ટેશનના માર્ગદર્શન હેઠળ એન.એમ. બામણીયા, પોલીસ સબ ઇન્સપેક્ટર તથા ઇસરી પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા મળેલી બાતમીના આધારે મોજે રેલ્લાવાડા ગામની સીમમાંથી સફેદ કલરની મારૂતિ સુઝુકી કંપનીની ઈકો ગાડી ઝડપી પાડવામાં આવી હતી.તપાસ દરમિયાન મારૂતિ સુઝુકી ઈકો ગાડી નં. GJ-27-DB-9561 (ચેસીસ નં. MA3ERLF1S00790446, એન્જિન નં. G12BN775057)માંથી બિયર તથા ઇંગ્લિશ દારૂના ટીન/ક્વાર્ટરીયા કુલ નંગ-1152, જેની કિંમત રૂ. 2,11,200/- થાય છે, તે પ્રોહી મુદ્દામાલ તરીકે જપ્ત કરવામાં આવ્યો હતો.આ ઉપરાંત મારૂતિ સુઝુકી ઈકો ગાડીની કિંમત રૂ. 3,50,000/- ગણતા કુલ મળીને **રૂ. 5,61,200/-**નો મુદ્દામાલ ઇસરી પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે.આ કાર્યવાહીમાં ઈકો ગાડીના અજાણ્યા ચાલક વિરુદ્ધ પ્રોહી ગણનાપાત્ર ગુનો દાખલ કરવામાં આવ્યો છે તથા આગળની કાયદેસરની કાર્યવાહી ઇસરી પોલીસ સ્ટેશન ખાતે ચાલુ છે.ઇસરી પોલીસની આ કાર્યવાહીથી વિસ્તારમાં પ્રોહીબીશનના ગુનાઓ સામે કડક સંદેશો ગયો છે






