પાલનપુરમાં શ્રી કે.મા.ચોકસી પ્રાથમિક શાળામા વિધાર્થીઓને સ્કૂલ બુટ મોજા અને સ્વેટર વિતરણ કરાયું

21 જાન્યુઆરી જીતીશ જોષી પાલનપુર બનાસકાંઠા
પાલનપુરમાં શ્રી કે.મા.ચોકસી પ્રાથમિક શાળામા વિધાર્થીઓને સ્કૂલ બુટ મોજા અને સ્વેટર વિતરણ કરાયું. જીવ દયા ફાઉન્ડેશનના ઠાકોર દાસ ખત્રી ના મિત્ર ના સહયોગ થી ગુપ્ત દાન પાલનપુરમાં શ્રી કે.મા.ચોકસી પ્રાથમિક શાળામાં (પાવર હાઉસ) ધોરણ1 થી 8.ના 384 વિદ્યાર્થીઓ ને સ્કૂલ બુટ મોજા અને સ્વેટરનું વિતરણ કરાયું શાળાના વિદ્યાર્થીઓને ચહેરા પર આવેલી સ્માઇલ જ અઢળક, આનંદ મળ્યા બાળકો આનંદિત થઈ ગયા અને આશીવાંદ આપ્યા આ સેવા કાર્યમાંજીવદયા ફાઉન્ડેશન ના ઠાકોરદાસ.ખત્રી.પરાગભાઈ સ્વામી. અશોકભાઈ પઢીયાર. ઉપસ્થિત રહીને સેવા આપી હતી શાળાના આચાર્ય અને સ્ટાફણ હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
જીવદયા પ્રેમી ઠાકોર દાસ ખત્રી ત્રણ કલાક માં 384 વિદ્યાર્થીઓને પોતાના હાથેથી બુટ પહેરાયા હતા . શ્રીકે.મા.ચોકસી પ્રાથમિક શાળામાં આચાર્ય બેન જીવદયા પ્રેમી ઠાકોરદાસ ખત્રીનો આભાર વ્યકત કરાયો હતો.





