
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
અરવલ્લી :- ફરજ દરમિયાન મોડાસા – ઢેમડા બસ ડ્રાઈવરનું હાર્ટ એટેકથી મોત
અરવલ્લી જિલ્લામાં એક દુઃખદ ઘટના સામે આવી છે, જેમાં મોડાસા–ઠેમડા રૂટ પર ફરજ બજાવી રહેલા બસ ડ્રાઈવરનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે. ચાલુ સર્વિસ દરમિયાન અચાનક તેમને છાતીમાં તીવ્ર દુખાવો ઉપસ્યો હતો, જેના કારણે બસ રોકી તાત્કાલિક મદદ માગવામાં આવી હતી.ઘટનાની જાણ થતાં મેઘરજ કંટ્રોલ પોઈન્ટેથી ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી અને ડ્રાઈવરને તાત્કાલિક નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે સારવાર દરમિયાન ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.મૃતકની ઓળખ ટીંટોઈ ગામના વતની જયદિપસિંહ ચંપાવત તરીકે થઈ છે. અચાનક બનેલી આ ઘટનાને પગલે પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે તેમજ સહકર્મીઓ અને સ્થાનિકોમાં પણ દુઃખની લાગણી જોવા મળી રહી છે. ઘટનાસંદર્ભે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.




