
નરેશપરમાર. કરજણ.



કરજણ તાલુકાના તમામ ગામો માં રમત ગમત ના મેદાન બનાવા બાબતે તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ લેખિત રજૂઆત કરવામાં આવી હતી..
મૂળનિવાસી એકતા મંચ ના અઘ્યક્ષ મિનેષ એડવોકેટ એ કરી હતી રજૂઆત..
પ્રાપ્ત વિગતો અનુસાર કરજણ તાલુકામાં મોટાભાગ ના ગામોમાં રમત ગમત ના મેદાન આવેલ નથી.મેદાન ના અભાવે યુવાનો પોતાની રમત ગમત ની પ્રતિભા દર્શાવી શકતા નથી,રમત ગમત માત્ર આરોગ્ય માટે નહિ પરંતુ યુવાનો શિસ્તબદ્ધ સશક્ત અને નશામુક્ત જીવન તરફ દોરી જતું મહત્વપૂર્ણ સાધન છે.વર્તમાન સમય માં વિવિધ ફોર્સ જેવા કે પોલીસ,આર્મી, સી.આર.પી.એફ. વિગેરે માં જોડાવવા ઇચ્છતા યુવાનો રનીગ અને અન્ય શારીરિક કૌશલ્ય નો અભ્યાસ જરૂરી છે પરંતુ ગામોમાં મેદાનના અભાવે ના કારણે યુવાનો યોગ્ય તાલીમ મેળવી શકતા નથી જેના કારણે ગામના યુવાનો રમત ગમત ના ક્ષેત્રે પોતાની પ્રતિભા દેખાડી શકતા નથી અને રાજ્યસ્તરે થતા રાષ્ટ્રીય સ્તરે આગળ વધી શકતા નથી યુવાનોના સર્વાંગી વિકાસ માટે રમતગમતનું મેદાન અંતંત્ય આવશ્યક છે.ભારત સરકાર દ્વારા ખેલ ઇન્ડિયા સ્કીમ તથા ગુજરાત સરકાર દ્વારા ખેલ મહાકુંભ જેવા કાર્યક્રમો કરી યુવાનોને પ્રોત્સાહિત કરે છે.મૂળનિવાસી એકતા મંચ ના અઘ્યક્ષ મિનેષ એડવોકેટ એ તારીખ ૦૯/૦૧/૨૦૨૬ ના રોજ તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ માં કરજણ તાલુકાના તમામ ગામોમાં રમત ગમત ના મેદાન બનાવા માટે રજૂઆત કરવામાં આવી હતી જે રજૂઆત ને કરજણ તાલુકાના તાલુકા વિકાસ અધિકારી શ્રી એ વંચાણે લઈને આજ રોજ તારીખ ૨૧/૦૧/૨૦૨૬ ના રોજ તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ ની સુનાવણી માં તેમના પ્રતિનિધિ દ્વારા જવાબ રજૂ કરવામાં આવ્યો હતો કે અત્રે ની કચેરી એથી પત્ર દ્વારા તમામ તલાટી ક્રમ મંત્રી શ્રીઓને આ બાબતે કાયૅવાહી કરવા સૂચના આપવામાં આવેલ છે.કરજણ તાલુકાના તમામ ગામોમાં રમત ગમત ના મેદાન નવ યુવાનો ના સર્વાંગી વિકાસ માટે બને એ રીતે તમામ તલાટી ક્રમ મંત્રીશ્રીઓ સત્વરે કામ ગીરી હાથ ધરે તેવી માંગ મિનેષ એડવોકેટ કરી હતી..




