BANASKANTHADEODARGUJARAT

મખાણું ગામ ગૌરવભેર ઝળહળ્યું: BSF ની ટ્રેનિંગ પૂર્ણ કરી જીતકુમાર ચૌધરીનું શાનદાર સન્માન

BSF જવાન જીત ચૌધરીનું માદરે વતન મખાણુંમાં ભવ્ય સ્વાગત, દેશભક્તિના નાદ સાથે બાઈક રેલી

અહેવાલ કલ્પેશ બારોટ દિયોદર

મખાણું ગામ ગૌરવભેર ઝળહળ્યું: BSF ની ટ્રેનિંગ પૂર્ણ કરી જીતકુમાર ચૌધરીનું શાનદાર સન્માન

વાવ-થરાદ જિલ્લાના દિયોદર તાલુકાના મખાણું ગામના વતની જીતકુમાર ચતરાભાઈ ચૌધરી BSF ની કઠિન તાલીમ પૂર્ણ કરીને આજે જ્યારે પોતાના માદરે વતન મખાણું ગામે પહોંચ્યા ત્યારે સમગ્ર ગામ ગૌરવ અને આનંદથી ઝળહળી ઉઠ્યું હતું. ચૌધરી પાવીયા પરિવાર તેમજ ગામના આગેવાનો અને યુવાનો દ્વારા BSF જવાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

જીત ચૌધરી ગામે પહોંચતા જ DJ ના તાલે દેશભક્તિના ગીતો સાથે શાનદાર બાઈક રેલી નીકળવામાં આવી હતી. રેલી દરમિયાન ‘ભારત માતા કી જય’, ‘વંદે માતરમ’ અને ‘જીત ચૌધરી અમર રહો’ જેવા નારા સાથે સમગ્ર વાતાવરણ દેશભક્તિમય બની ગયું હતું. પરિવારજનો અને ગ્રામજનોએ ફુલહાર પહેરાવી, તિલક કરી અને શુભેચ્છાઓ સાથે BSF જવાનનું સન્માન કર્યું હતું.

ગામમાં પ્રવેશ કરતા પહેલા જીત ચૌધરીએ મહાકાળી માતાજી મંદિર અને હનુમાનજી મંદિર ખાતે દર્શન કરી દેશસેવામાં સફળતા અને સુરક્ષાની કામના કરી હતી. ત્યારબાદ બાઈક રેલી સાથે ગામમાં પ્રવેશ કરતા તેમની એક ઝલક જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.

આ પ્રસંગે વડીલો, યુવાનો, બાળકો તેમજ મહિલાઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને BSF માં સેવા આપવા બદલ જીત ચૌધરીને ગૌરવપૂર્વક શુભેચ્છા પાઠવી હતી. મખાણું ગામ માટે આ ક્ષણ ગૌરવની બની રહી હતી અને સમગ્ર ગામે પોતાના લાલને હર્ષોલ્લાસથી આવકાર્યો હતો.

Back to top button
error: Content is protected !!