
- વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગા
નિપુણ ભારત કાર્યક્રમ અંતર્ગત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, નવસારી દ્વારા તા. 19-01-2026 ના રોજ બાળવાર્તા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ખેરગામ તાલુકાની જામનપાડા પ્રાથમિક શાળાની ધોરણ–1માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ઋત્વી પટેલ (પિતા: મનોજભાઈ પટેલ) એ દ્વિતીય ક્રમ પ્રાપ્ત કર્યો હતો, જ્યારે એ જ શાળાની ધોરણ–4માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની રુહી પટેલ (પિતા: અરુણભાઈ પટેલ) એ પ્રથમ ક્રમ મેળવી શાળા, ગામ અને તાલુકાનું નામ ગૌરવભેર ઉજાગર કર્યું હતું.
આ સિદ્ધિ બદલ શાળાના આચાર્યશ્રી, શાળા પરિવાર તથા શિક્ષક ગણ દ્વારા બંને વિદ્યાર્થીનીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. સાથે સાથે સમગ્ર પ્રાથમિક શાળા શિક્ષણ અધિકારી કચેરી, તાલુકા શિક્ષણ પરિવાર, એસ.એમ.સી.ના સભ્યો, ગામજનો તેમજ આદરણીય કેબિનેટ મંત્રીશ્રી નરેશભાઈ પટેલ સાહેબ અને ભાજપ ખેરગામ પ્રમુખ લીતેશભાઈ ગામિત દ્વારા પણ બંને દીકરીઓ તથા શાળા પરિવારને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.બંને દીકરીઓ ઉત્તરોત્તર પ્રગતિ પંથે આગળ વધે તેવી હાર્દિક શુભેચ્છાઓ વ્યક્ત કરવામાં આવી હતી.



