થરામા પ્રદેશ અનુસુચિત જાતિ મોરચાના પ્રમુખ ડૉ.કિરીટભાઈ સોલંકીનો સન્માન સમારોહ અને કોમન્યુનીટી હોલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.
થરામા પ્રદેશ અનુસુચિત જાતિ મોરચાના પ્રમુખ ડૉ.કિરીટભાઈ સોલંકીનો સન્માન સમારોહ અને કોમન્યુનીટી હોલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.

થરામા પ્રદેશ અનુસુચિત જાતિ મોરચાના પ્રમુખ ડૉ.કિરીટભાઈ સોલંકીનો સન્માન સમારોહ અને કોમન્યુનીટી હોલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.
પૂર્વ સાંસદ,ડૉ.કિરીટભાઈ સોલંકીની ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચા અધ્યક્ષ તરીકે વરણી થતા ઓગડ તાલુકાના મુખ્ય મથક થરામા ભકિત નગર સોસાયટી ખાતે દલિત સમાજ દ્વારા ડૉ. કિરીટભાઈ સોલંકીનો સન્માન સમારોહ તેઓના વરદ્ હસ્તે પ.પૂ.૧૦૦૮ શ્રી જામનાથબાપુ કોટડા દીઓદરની પાવન નિશ્રામાં થરા સ્ટેટમાજી રાજવી એવમ નગર પાલિકા પૂર્વ પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા,બ.કાં.જિલ્લા પંચાયતના પૂર્વપ્રમુખ વિજય ચક્રવતીની ઉપસ્થિતિમા જેઠાભાઈ શ્રીમાળીના મુખાર વિંદે શાસ્ત્રોક્ત વિધિવિધાનથી મંત્રોચ્ચાર કોમ્યુનિટી હોલનું ભૂમિ પૂજન બાદ ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું.ઓલ ઈન્ડિયા દલિત એક્શન કમિટી રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી પ્રવીણભાઈ મઘાભાઈ પરમારે શાબ્દિક શબ્દો દ્વારા મહેમાનો ને આવકારી શાલ ઓઢાડી સન્માન કર્યું હતું.પ્રાસંગિક પ્રવચન કરતા ડૉ.કિરીટભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે અનુસુચિત જાતિ જનજાતિ સંસદીય સમિતિના ચેરમેન તરીકેના તેઓના કાર્યકાળ દરમ્યાન ડૉ.બાબાસાહેબ આંબેડકર દ્વારા સ્થપાયેલ મુંબઈસ્થિત સિદ્ધાર્થ કૉલેજ બિલ્ડીંગના રિનોવેશન માટે તથા ડો.આંબેડકરનાં ૧.૨૫ લાખ પુસ્તકોનું ડિજિટલાઈઝેશન તથા મુંબઈ માં તેમના ૩૫૦ મીટર ઊંચા સ્ટેચ્યૂનું નિર્માણ થઈ રહ્યું છે. જેના માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગ દર્શન હેઠળ તેઓએ મહારાષ્ટ્ર સરકાર તેમજ કેન્દ્ર સરકારમાંથી કરોડો રૂપિયાનું માતબર અનુદાન અનુસૂચિત જાતિ -જનજાતિ સંસદીય કલ્યાણ સમિતિના અધ્યક્ષ સ્થાનેથી મંજૂર કરાવ્યાનો સંતોષ વ્યક્ત કર્યો હતો.પાટણ ખાતે વીર મેઘમાયા દેવનું ભવ્ય મંદિર અને ભવ્ય મેમોરીયલ હોલ સહિત ગુજરાત માં આવેલ અનુસુચિત જાતિના ધર્મ સ્થાનકોના વિકાસ માટે ગુજરાત સરકાર માતબર અનુદાનથી વિકાસ કરાવ્યો છે.વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ડૉ.આંબેડકર સાથે જોડાયેલ સ્થાનોનો પંચતિર્થ તરીકે વિકાસ કર્યો છે.આ પ્રસંગે ઓલ ઈન્ડિયા દલીત એકશન કમીટી,બેંગલોરના રાષ્ટ્રીયમંત્રી ગણપતભાઈ પરમાર,શરદ સાંપરીયા,નગર પાલિકા કારોબારી અધ્યક્ષ રસીકભાઈ પ્રજાપતિ,ગુજરાત વણકર સમાજના પ્રમુખ તરૂણચંદ્ર સોલંકી,ડૉ.આંબેડકર અંત્યોદય નિગમના પૂર્વ ડિરેક્ટર અરૂણકુમાર સાધુ, પાટણ નગર પાલિકાના કોર્પોરેટર રાજેન્દ્ર હિરવાણીયા,રામજીભાઈ પરમાર,કિસાન શ્રીમાળી, રઘુભાઈ મકવાણા, પ્રહલાદભાઈ પરમાર, ત્રિકમભાઈ મકવાણા,કરસન શ્રીમાળી,વકીલ મુકેશભાઈ બુકોલીયા,ખેમાભાઈ બુકોલીયા,કાપડી જયંતીભાઈ,ડો.તુલસીભાઈ વડા સહિત સામાજિક- રાજકીય આગેવાનો કાર્યકર્તાઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમ નું સંચાલન પ્રવીણભાઈ પરમારે કર્યું.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 99795 21530





