
તા.૨૧.૦૧.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ રેલ્વે પોલીસનો સપાટો:છેડતીના ગુનામાં સંડોવાયેલ વોન્ટેડ આરોપી જેલના સળિયા પાછળ ધકેલાયો
દાહોદ: મહિલા અને બાળકો વિરુદ્ધ થતા ગુનાઓ સામે લાલ આંખ કરતી દાહોદ રેલ્વે પોલીસે (GRP) એક મહત્વની સફળતા મેળવી છે. છેડતીના ગુનામાં પોલીસને થાપ આપી નાસી છૂટેલા ૧૮ વર્ષીય આરોપીને તેના વતનમાંથી દબોચી લેવામાં આવ્યો છે.તાજેતરમાં દાહોદ રેલ્વે પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ ૭૪ અને ૩૫૧(૩) મુજબ છેડતીનો ગુનો નોંધાયો હતો. આ ગુનામાં સંડોવાયેલ આરોપી ધરપકડથી બચવા માટે નાસતો ફરતો હતો.પશ્ચિમ રેલ્વે વડોદરાના પોલીસ અધિક્ષક અભય સોનીની સૂચના અને નાયબ પોલીસ અધિક્ષક જી.એસ.બારીયા તથા PI એચ.વી.તડવીના માર્ગદર્શન હેઠળ એક ટીમ બનાવવામાં આવી હતી.પોલીસ હેડ કોન્સ્ટેબલ દીપકકુમાર સાનતસિંહ અને કોન્સ્ટેબલ દિલીપકુમાર હિમસિંહની સતર્કતાને કારણે આરોપીનું ચોક્કસ લોકેશન ટ્રેસ થયું હતું. તા.૧૯/૦૧/૨૦૨૬ ના રોજ પોલીસ ટીમે મેઘનગર (ઝાંબુઆ) ખાતેના નયાગાવ ખાલસા ગામે છાપો મારી આરોપીને ઝડપી પાડ્યો હતો.ઝડપાયેલ આરોપી: રિતીક મિથલેશ ડામોર (ઉં.વ. ૧૮ વર્ષરહેવાસી: નયાગાવ ખાલસા, ખચ્ચરટોડી, તા.મેઘનગર, જી.ઝાબુઆ.આ સફળ ઓપરેશનમાં નીચે મુજબના અધિકારીઓ/કર્મચારીઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી:૧. એચ.વી.તડવી (I/C પોલીસ ઇન્સ્પેક્ટર) ૨. પુષ્પાબેન રાજુભાઈ (વુમન એ.એસ.આઈ) ૩. દીપકકુમાર સાનતસિંહ (પોલીસ હેડ કોન્સ્ટેબલ) ૪. દિલીપકુમાર હિમસિંહ (પોલીસ કોન્સ્ટેબલ)”મહિલાઓની સુરક્ષા એ જ અમારી પ્રાથમિકતા.” – દાહોદ રેલ્વે પોલીસનો સંદેશ





