GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

નવસારી મનપા દ્વારા લુંસીકુઇ ગ્રાઉન્ડ ખાતે નિર્માણ આયોજન દરમ્યાન રમતવીરો અને વિદ્યાર્થીઓ માટે વૈકલ્પિક ગ્રાઉન્ડ ફાળવામાં આવ્યા…

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરના સર્વાંગી વિકાસ અને આધુનિક સુવિધાઓના વિસ્તરણના ભાગરૂપે હાલ લુંસીકુઇ ગ્રાઉન્ડ ખાતે વિવિધ વિકાસલક્ષી કામગીરી આયોજનબદ્ધ રીતે હાથ ધરવામાં આવી રહી છે. તે અંતર્ગત, ફ્લાવર શોનું આયોજન કરવામાં આવનાર છે, જે તારીખ 31 જાન્યુઆરી સુધી યોજાનાર છે. ફ્લાવર શો પૂર્ણ થયા બાદ લુંસીકુઇ ગ્રાઉન્ડ ખાતે રમતવીરોને આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધા મળે તે હેતુથી સિન્થેટિક ટ્રેક બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવનાર છે. આ મહત્વપૂર્ણ વિકાસ કાર્યને ધ્યાનમાં લઈ, લુંસીકુઇ ગ્રાઉન્ડ અમુક માસ માટે તાત્કાલિક બંધ રાખવાની ફરજ પડશે. આ દરમિયાન શહેરના અમુક રમતવીરો તેમજ વિવિધ ભરતી પ્રક્રિયામાં ભાગ લેનાર અને દૈનિક દોડ તથા શારીરિક અભ્યાસ માટે ગ્રાઉન્ડનો ઉપયોગ કરતા વિદ્યાર્થીઓ દ્વારા મહાનગરપાલિકા સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી કે તેમની નિયમિત તૈયારીમાં અવરોધ ન આવે તે માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે. નાગરિકોની આ રજૂઆતને સંવેદનશીલતાથી ધ્યાનમાં લઈ નવસારી મહાનગરપાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે

બે વૈકલ્પિક ગ્રાઉન્ડ ફાળવવામાં આવ્યા છે. જેમાં (૧) જલાલપુર ક્રિકેટ ગ્રાઉન્ડ (મોહનિયા ખાતે સ્થિત) અને (૨) છાપરા ક્રિકેટ ગ્રાઉન્ડનો સમાવેશ થાય છે.

આ બંને સ્થળોએ રમતવીરો તથા ભરતીની તૈયારી કરતા વિદ્યાર્થીઓને દોડ, વ્યાયામ અને અભ્યાસ માટે જરૂરી વ્યવસ્થા ઉપલબ્ધ રહેશે, જેથી તેમની તૈયારીમાં કોઈ અડચણ ન આવે તે માટે નવસારી મહાનગરપાલિકા શહેરના વિકાસ સાથે નાગરિકોની જરૂરિયાતો વચ્ચે સંતુલન જાળવવા સતત પ્રયત્નશીલ છે. શહેરના તમામ નાગરિકોને વિનંતી છે કે આવા વિકાસકાર્યો દરમિયાન મહાનગરપાલિકાને સહકાર આપે અને શહેરના ઉજ્જવળ ભવિષ્ય માટે સાથે મળીને આગળ વધે.

Back to top button
error: Content is protected !!