DAHODGUJARAT

દાહોદના દસલા ગામે ભીષણ આગ,ઘાસના ગંજી ભડભડ સળગતા ગ્રામજનોમાં ફફડાટ

તા.૨૧.૦૧.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર દાહોદ

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદના દસલા ગામે ભીષણ આગ,ઘાસના ગંજી ભડભડ સળગતા ગ્રામજનોમાં ફફડાટ

​દાહોદ તાલુકાના દસલા ગામે આજે અચાનક ઘાસના ઢગલામાં ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. સૂકા ઘાસમાં આગ લાગવાના કારણે પળવારમાં જ જ્વાળાઓ આકાશને આંબવા લાગી હતી, જેને જોઈ ગ્રામજનોમાં ભારે ગભરાટ ફેલાયો હતો.​​મળતી માહિતી મુજબ, દસલા ગામે ખેતરની સીમમાં રાખવામાં આવેલા ઘાસના મોટા ઢગલામાં અચાનક કોઈ અગમ્ય કારણોસર આગ લાગી હતી.પવનના કારણે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. દૂર-દૂર સુધી ધુમાડાના ગોટેગોટા દેખાવા લાગતા આસપાસના રહીશો પોતાના ઘર છોડી બહાર દોડી આવ્યા હતા.​​આગ લાગતા જ આસપાસના ગ્રામજનો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. આગ વધુ પ્રસરે નહીં અને પશુઓના રહેઠાણ કે ઘરો સુધી ન પહોંચે તે માટે લોકોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. જોકે, ઘાસ એકદમ સૂકું હોવાથી આગ ઝડપથી પ્રસરી રહી હતી, જેના કારણે વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી.​ખેડૂતો દ્વારા પશુઓના ઘાસચારા માટે વર્ષભરનો જે સંગ્રહ કરવામાં આવ્યો હતો, તે ગણતરીની મિનિટોમાં રાખ થઈ ગયો છે. આ ઘટનાને પગલે ખેડૂત પરિવાર પર આભ તૂટી પડ્યું છે અને હજારો રૂપિયાનું નુકસાન થયું હોવાનો અંદાજ છે.​​આ દુર્ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી, પરંતુ મિલકતને મોટું નુકસાન થયું છે. સ્થાનિકો દ્વારા તંત્રને પણ આ બાબતે જાણ કરવામાં આવી છે

Back to top button
error: Content is protected !!