દિયોદર તાલુકાના કમાલપુરા (જાડા) પ્રાથમિક શાળાના નવીન બાંધકામ થયેલ વર્ગખંડનું લોકાર્પણ કરાયું

દિયોદર તાલુકાના કમાલપુરા (જાડા) પ્રાથમિક શાળાના નવીન બાંધકામ થયેલ વર્ગખંડનું લોકાર્પણ કરાયું યુ
અહેવાલ કલ્પેશ બારોટ દિયોદર
દિયોદર તાલુકામા ધારાસભ્ય કેશાજી ચૌહાણ ના હસ્તે વિવિધ વિકાસ કામોના લોકાર્પણ કાર્યક્રમો યોજાયા હતા. આ કાર્યક્રમ અંતર્ગત તાલુકાના વિવિધ ગામોમાં શિક્ષણ, માળખાકીય સુવિધાઓ તથા જાહેર હિતના વિકાસકાર્યોને નવી દિશા આપવામાં આવી.
આ પ્રસંગે દિયોદર તાલુકાના જાડા ગામે આવેલ કમાલપુરા (જાડા) પ્રાથમિક શાળા ખાતે નવીન બાંધકામ થયેલ બે (૨) વર્ગખંડોનું લોકાર્પણ માનનીય ધારાસભ્ય કેશાજી ચૌહાણના વરદ હસ્તે કરવામાં આવ્યું. નવીન વર્ગખંડોના નિર્માણથી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વધુ સુવિધાજનક, સુરક્ષિત અને શૈક્ષણિક વાતાવરણ ઉપલબ્ધ બનશે, જેનાથી શિક્ષણની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો થશે.
લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન માનનીય ધારાસભ્યએ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી અને શિક્ષણ ક્ષેત્રે સરકાર દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસોની વિસ્તૃત માહિતી આપી. તેમણે જણાવ્યું હતું કે, શિક્ષણ એ સમાજના વિકાસનું પાયો છે, અને ગ્રામ્ય વિસ્તારોમાં આધુનિક શૈક્ષણિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવી એ સરકારની પ્રાથમિકતા છે.
આ કાર્યક્રમમાં સ્થાનિક સરપંચશ્રી, શાળા સંચાલન સમિતિના સભ્યો, શિક્ષકો, વાલીઓ, ગ્રામજનો તથા કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. અંતે ગ્રામજનો દ્વારા માનનીય ધારાસભ્યનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.





