MORBI:મોરબી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના ૨ વર્ષ પૂર્ણ થતા કતલખાના અને માંસ-મટનના વેચાણ પર પ્રતિબંધ

MORBI:મોરબી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના ૨ વર્ષ પૂર્ણ થતા કતલખાના અને માંસ-મટનના વેચાણ પર પ્રતિબંધ
મોરબી: અયોધ્યા ધામ ખાતે શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને આગામી ૨૨મી જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ બે વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ પાવન પ્રસંગની ઉજવણીના ભાગરૂપે મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેર વિસ્તારમાં માંસ-મટનના વેચાણ અને કતલખાનાઓ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
કતલખાનાઓ બંધ રહેશે. સાથે જ માંસ, મટન, ચીકન તથા મચ્છીના વેચાણ પર સખત પ્રતિબંધ રહેશે.અમલીકરણ વિસ્તાર: મોરબી મહાનગરપાલિકાની હદમાં આવતા તમામ વિસ્તારો.મહાનગરપાલિકાના સત્તાધીશો દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ જાહેરનામું શ્રદ્ધા અને પવિત્રતા જળવાઈ રહે તે હેતુથી બહાર પાડવામાં આવ્યું છે. સંબંધિત તમામ વેપારીઓએ આ આદેશનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.જો કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા આ જાહેરનામાનો ભંગ કરતા જણાશે, તો તેમની સામે ‘ધી જી.પી.એમ.સી. એક્ટ-૧૯૪૯’ની કલમ ૩૨૯ અને ૩૩૬ મુજબ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તંત્ર દ્વારા આ બાબતે ગંભીર નોંધ લેવા અને સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.







