BHAVNAGARBHAVNAGAR CITY / TALUKO

ગુજરાતમાં લેડી પોલીસ સાથે દુષ્કર્મની ઘટના સામે આવતા હડકંપ

ભાવનગરમાં લેડી પોલીસ સાથે દુષ્કર્મની ઘટના સામે આવતા હડકંપ મચી ગયો છે. યુવકે ધાક-ધમકી આપીને બળજબરીથી શારીરિક સંબંધ બાધ્યા હતા. આ મામલે ગુનો નોધાતા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે આરોપીની ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. આરોપી સિહોરનો રહેવાસી હોવાનું જાણવા મળી રહ્યું છે.

રાજ્યમાં મહિલા સુરક્ષા પર ફરી સવાલ ઉઠ્યા છે. દુષ્કર્મની વધતી જતી ઘટનાઓને પગલે હવે સુરક્ષિત મનાતા ગુજરાતમાં મહિલાઓની સુરક્ષાને લઇ અનેક પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે. ભાવનગરમાં મહિલા પોલીસ કર્મચારી સાથે દુષ્કર્મની ઘટના બની છે. 20 જાન્યુઆરીની મોડી રાત્રે ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોધવામાં આવી છે તેમજ DySP આર.આર.સિંઘલને આ સમગ્ર મામલાની તપાસ સોપવામાં આવી છે.

ભાવનગર શહેરમાં સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્કમાં આવેલી એક મહિલાને ધાકધમકી આપી દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી છે, જેમાં ભોગ બનનાર મહિલા પોલીસ કર્મચારી હોવાનું જાણવા મળ્યું છે.

ઘટનાની મળતી પ્રાથમિક માહિતી અનુસાર પીડિત મહિલા પોલીસ કર્મચારી અને આરોપી યુવકનો સોશિયલ મીડિયા દ્વારા સંપર્ક થયો હતો. સંપર્કમાં આવ્યા બાદ બંને વચ્ચે વાતચીત શરૂ થઈ હતી. જોકે આ મિત્રતાનો ગેરફાયદો ઉઠાવી આરોપીએ મહિલા પોલીસકર્મીને ધાકધમકી આપીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આરોપીએ પીડિતાને ગંભીર પરિણામો ભોગવવાની ધાકધમકી આપી અનેકવાર આ કૃત્ય આચર્યું હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે.

Back to top button
error: Content is protected !!