જામનગર અભયમ મહિલા હેલ્પલાઇનની અવિરત સેવા

*નશાખોરી અને ઘરેલુ હિંસાનો કડક ઈશારો – 181 મહિલા હેલ્પલાઇનની સમયસર કાર્યવાહીથી તૂટતો સંસાર બચાવ્યો*
જામનગર,(ભરત ભોગાયતા)
રાજ્ય સરકાર દ્વારા સંચાલિત 181 મહિલા હેલ્પલાઇન પર આજે એક પરિણીત બહેન દ્વારા મદદ માટે કોલ કરવામાં આવ્યો હતો. બહેનએ જણાવ્યું હતું કે તેમના પતિ દ્વારા સતત હેરાનગતિ, માનસિક ત્રાસ અને નશાખોરીને કારણે તેમનું વૈવાહિક જીવન ગંભીર સંકટમાં મુકાયું છે.
જેમાં બહેન નો કોલ આવતા ની સાથે જ 181 ટીમ ના કાઉન્સિલર ઈશિતા પરમાર, કોન્સ્ટેબલ: તારાબેન ચૌહાણ, પાયલોટ: સુરજીતસિંહ વાઘેલા સહિત ની ટીમ સ્થળ પર પહોંચેલ.
જેમાં બહેનના જણાવ્યા અનુસાર તેમના લગ્નને અંદાજે 9 વર્ષ થઈ ગયા છે અને તેમને બે સંતાન છે. પતિ નસાત્મક દ્રવ્યનું સેવન કરે છે અને આ વ્યસનના કારણે પરિવારની જવાબદારીઓ નિભાવતો નથી. બહેન બે દિવસ માટે બાળકો સાથે પિયર ગઈ હતી, તે દરમિયાન પતિએ ઘરના અડધા કરતાં વધુ સામાન વેચી નાખ્યો હોવાની ગંભીર ફરિયાદ કરવામાં આવી હતી.
મહિલા હેલ્પલાઇન 181ની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી કાયદેસર અને માનવતાવાદી દૃષ્ટિકોણથી કાઉન્સેલિંગ કર્યું. પતિને સ્પષ્ટ શબ્દોમાં સમજાવવામાં આવ્યું કે *પતિ તરીકે તથા પિતા તરીકે તેમની ફરજો શું છે, અને ઘરેલુ હિંસા, માનસિક ત્રાસ તથા આર્થિક શોષણ ભારતીય કાયદા મુજબ ગુનાહિત કૃત્ય છે.*
પતિને Protection of Women from Domestic Violence Act, 2005 અને સંબંધિત કાનૂની જોગવાઈઓ અંગે માહિતગાર કરવામાં આવ્યા. તેને જણાવાયું કે જો ફરીથી આવી હરકત કરશે તો તેના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી થશે.
કાઉન્સેલિંગ દરમિયાન પતિએ લેખિત તથા મૌખિક ખાતરી આપી કે હવે પછી તે:
✔️નશાખોરી નહીં કરે
✔️ ઘરના સામાનની વેચાણ નહીં કરે
✔️ પત્ની અને બાળકોની જવાબદારી નિભાવશે
આ ખાતરી બાદ બહેન ભાવુક થઈ ગઈ અને બંને વચ્ચે સુખદ સમાધાન થયું. મહિલા હેલ્પલાઇનની સમયસર કાર્યવાહીથી એક પરિવાર તૂટતા બચ્યો અને બાળકોને સુરક્ષિત ભવિષ્ય મળ્યું.
*👉 181 મહિલા હેલ્પલાઇન ફરી એકવાર સાબિત કરે છે કે તાત્કાલિક પ્રતિસાદ, કાનૂની સમજ અને માનવીય અભિગમથી અનેક સંસાર બચાવી શકાય છે.*




