MORBI:મોરબી જિલ્લા પોલીસ વડા મુકેશકુમાર પટેલના માર્ગદર્શન હેઠળ ટ્રાફિક સલામતી માટે અનોખી પહેલ

MORBI:મોરબી જિલ્લા પોલીસ વડા મુકેશકુમાર પટેલના માર્ગદર્શન હેઠળ ટ્રાફિક સલામતી માટે અનોખી પહેલ
(રીપોર્ટ મોહસીન શેખ દ્વારા મોરબી) મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મુકેશકુમાર પટેલના દૃઢ માર્ગદર્શન અને સ્પષ્ટ સૂચનાઓને અનુસરી મોરબી ટ્રાફિક પોલીસ દ્વારા શહેર તથા હાઇવે વિસ્તારમાં ટ્રાફિક વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા માટે સરાહનીય કામગીરી હાથ ધરવામાં આવી છે.
મોરબીથી વાંકાનેર હાઇવે સુધીના તમામ મુખ્ય માર્ગો તથા કટ પોઇન્ટ્સ પર મોરબી જિલ્લા ટ્રાફિક શાખા દ્વારા વાહનચાલકોને ટ્રાફિક નિયમો અંગે જાગૃત કરવામાં આવ્યા હતા. ખાસ કરીને બાઇકચાલકો માટે હેલ્મેટના મહત્વ અંગે સમજ આપી, સ્થળ પર જ હેલ્મેટ વિતરણ કરીને “સુરક્ષા પહેલા”નો સંદેશો અસરકારક રીતે પહોંચાડવામાં આવ્યો હતો.
આ અભિયાન દરમિયાન ટ્રાફિક નિયમોનું પાલન કરવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ અકસ્માતોથી બચવા માટે ટ્રાફિક નિયમોનું મહત્વ સમજાવવામાં આવ્યું. “શિક્ષા સે સુરક્ષા”ના સિદ્ધાંતને સાકાર કરતા મોરબી ટ્રાફિક પોલીસની આ પહેલને નાગરિકોમાંથી પણ વખાણ મળી રહ્યા છે.
આ સમગ્ર કામગીરીમાં મોરબી જિલ્લા ટ્રાફિક શાખાના પીઆઇ શ્રી એચ.વી. ઘેલા, સહિત સમગ્ર ટ્રાફિક સ્ટાફે ભારે જહેમત ઉઠાવી પોતાની ફરજ પ્રત્યેની નિષ્ઠા અને સમર્પણ દાખવ્યું હતું.
મોરબી પોલીસના આ માનવીય અને જાગૃતિપૂર્ણ અભિગમથી શહેરમાં ટ્રાફિક સલામતી અંગે સકારાત્મક સંદેશો ફેલાયો છે, જે આવનારા સમયમાં અકસ્માતો ઘટાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે તેવી જનઆશા વ્યક્ત કરવામાં આવી રહી છે.







