GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI: ટંકારા વિદેશી દારૂમાં પોલીસ કર્મી નામ ખુલ્યું ત્રણ નોટિસ આપવા છતાં હાજર ન થતા ગુનો નોંધાયો છે

MORBI:ટંકારા વિદેશી દારૂમાં પોલીસ કર્મી નામ ખુલ્યું ત્રણ નોટિસ આપવા છતાં હાજર ન થતા ગુનો નોંધાયો છે

 

 

મોરબીમાં એક તરફ કાયદો અને વ્યવસ્થા દિવસે ને દિવસે ખોરવાઈ રહી છે.ત્યારે આ રીતે પોલીસ કર્મી જ દારૂ વેંચતા અને પીધેલ હાલતમાં હોય તેવા આક્ષેપો થઈ પોલીસ ની આબરૂનું ધોવાણ થઈ રહ્યું છે

થોડા દિવસ પહેલા જ હજુ એક પોલીસ કર્મીએ 112 બોલેરો અકસ્માત કરી અનેક ને હડફેટે લીધા હતા ત્યાં મહાકરસંક્રાંતિ ના દિવસે ટંકારા પોલીસ દ્વારા દારૂનો મોટો જથ્થો પકડયો હતો તેમ પણ પોલીસ કર્મી માણસુર દેવદાનભાઈ કોન્સ્ટેબલ ટંકારા વિદેશી દારૂમાં નામ ખુલ્યું હતું ત્યારે ત્રણ નોટિસ આપવા છતાં ફરજ પર હાજર ન થતા તેની વિરુદ્ધ કલમ ૧૪૫ હેઠળ ફરિયાદ થઈ છે

મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ ઇન્સ્પેક્ટર એસ. કે. ચારેલ એ આરોપી માણસુરભાઈ દેવદનભાઈ અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ મોરબી તાલુકો પોલીસ સ્ટેશન વાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું છે કે આરોપી માણસુરભાઈ દેવદાનભાઈ અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ બ.નં.૩૯૨, મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વાળાઓ ગઇ તા. ૧૬/૦૬/૨૦૨૫ થી ગેરહાજર પડેલ બાદ નિયમો અનુસાર હાજર થવાની ત્રણ નોટીસની બજવણી કરવા છતા કોઇ પણ પ્રકારની જાણ કર્યા વગર પોતાની મનસ્વી રીતે ગેરહાજર રહી પોલીસ કર્મચારી તરીકે જેનુ પાલન અને આદર કરવાની તેની ફરજ હોવા છતા, કાયદેસરના આદેશનો જાણી જોઇને ભંગ કરી, પોતાની ફરજમાં ગફલત કરી, કાયદેસરની ફરજ ઉપર હાજર નહી થઇ, મનસ્વી પણે ફરજ ઉપર ગેરહાજર રહેતા આરોપી વિરુદ્ધ જી.પી. એક્ટ કલમ 145 મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!