MORBI:મોરબી મનપાની ગાર્ડન શાખા દ્વારા સુવિધા યુક્ત પરિસર આપવા વિકસાત્મક કામગીરીનું આયોજન

MORBI:મોરબી મનપાની ગાર્ડન શાખા દ્વારા સુવિધા યુક્ત પરિસર આપવા વિકસાત્મક કામગીરીનું આયોજન
મોરબી મહાનગરપાલિકાની ગાર્ડન શાખા દ્વારા શહેરને વધુ હરિયાળું – સ્વચ્છ અને સૌંદર્યસભર બનાવવા હેતુસર વિવિધ વિકાસાત્મક કામગીરી હાથ ધરવામાં આવે છે આ સમગ્ર કામગીરી નું નિયમિત ગાર્ડન શાખા ના અધિકારી- કર્મચારી દ્વારા મોનીટરીંગ કરવામાં આવે છે. આ કામગીરી અંતર્ગત શહેરમાં નવા ગાર્ડનોના વિકાસ સાથે કેશરબાગ, સુરજબાગ તથા શંકર આશ્રમ સહિતના કાર્યરત ગાર્ડનોના નવીનીકરણ અને સુધારણા અંગેની કામગીરી પણ મહાનગરપાલિકા દ્વારા પ્રગતિ હેઠળ છે.
ઉક્ત આયોજનાના ભાગરૂપે શંકર આશ્રમ ખાતે હાલ સ્ટ્રોમ વોટર લાઈનની કામગીરી તેમજ કેશરબાગ ખાતે વોક-વે નિર્માણની કામગીરી શરુ કરવામાં આવી છે. આ તમામ વિકાસાત્મક કામગીરી પૂર્ણ થતાં શહેરના સૌંદર્યમાં નોંધપાત્ર વધારો થસે તેની સાથે નાગરિકોને સ્વચ્છ, આરોગ્યપ્રદ તથા આનંદદાયક પર્યાવરણ ઉપલબ્ધ થશે. આ કામગીરી નો મુખ્ય ઉદેશ જાહેર સુવિધાઓમાં ગુણવત્તાસભર સુધારો કરી નાગરિકોને વધુ સારા ગાર્ડન – પરિસર ઉપલબ્ધ કરાવવાનો મોરબી મહાનગરપાલિકાનો મુખ્ય ઉદેશ રહ્યો છે.








