
વાત્સલ્યમ્ સમાચાર,
પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.
મુંદરા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે મનહરસિંહ ઝાલા અને મહામંત્રી પદે સહદેવસિંહ જાડેજાની પુનઃ વરણી
રતાડીયા,તા.22: તાજેતરમા નાના કપાયા સ્થિત હોટલ વિલેજ મધ્યે કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી નયનસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને મુંદરા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની કારોબારી બેઠક અને સન્માન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પ્રમુખશ્રી નયનસિંહ જાડેજા અને ભુજ તાલુકા સંઘના પ્રમુખશ્રી ઘનશ્યામસિંહ જાડેજા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
મુંદરા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની શાનદાર કામગીરીને બિરદાવતા આગામી ટર્મ માટે ફરી એકવાર પ્રમુખ તરીકે મનહરસિંહ ઝાલા અને મહામંત્રી તરીકે સહદેવસિંહ જાડેજાની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. નવનિયુક્ત હોદ્દેદારોએ તમામ શિક્ષકોનો આભાર માનતા ખાતરી આપી હતી કે તાલુકાના શિક્ષકોનો કોઈપણ પ્રશ્ન બાકી નહીં રહે અને તેનું સત્વરે નિરાકરણ લાવવામાં આવશે.
આ કાર્યક્રમ અંતર્ગત મુંદરા તાલુકામાં ધોરણ ૧ થી ૮ માં નવા નિમણૂક પામેલા તમામ વિદ્યાસહાયકો માટે સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. શિક્ષક સંઘ દ્વારા આ નવા શિક્ષકોની સેવાપોથી બનાવવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી હતી.
જિલ્લા પ્રમુખશ્રી નયનસિંહ જાડેજાએ મુંદરા તાલુકા સંઘની કામગીરીની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે શૈક્ષણિક અને વહીવટી પ્રશ્નોના ઉકેલમાં મુંદરા તાલુકો હંમેશા અગ્રેસર રહ્યો છે. કાર્યક્રમ દરમિયાન જિલ્લાના હોદ્દેદારો તેમજ વિશેષ સહયોગ આપનાર કિરણભાઈ ગોહીલનું સન્માન કરવામાં આવ્યું હતું.
સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન નિલેશભાઈ પરમારે કર્યું હતું જ્યારે આભારવિધિ મુંદરા તાલુકા પ્રાથમિક શિક્ષક સહકારી મંડળીના પ્રમુખ સુલેમાનભાઈ લંગાએ કરી હતી. આ આયોજનને સફળ બનાવવા માટે જતીનભાઈ ગેડીયા, જતીનભાઈ પીઠડીયા, ભાર્દીપભાઈ પટેલ, હરવિજયસિંહ ઝાલા, અર્જુનભાઈ મહેશ્વરી અને કિરણભાઈ પટેલ સહિતના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.




વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com




