BANASKANTHAGUJARATPALANPUR

નવરચિત વાવ-થરાદ જિલ્લામાં રાજ્યકક્ષાના ૭૭મા પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી

22 જાન્યુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

નવરચિત વાવ-થરાદ જિલ્લામાં રાજ્યકક્ષાના ૭૭મા પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી.સાંસ્કૃતિક કાર્યક્રમ અને વિકાસ કામોના લોકાર્પણથી ગુંજશે થરાદ.ગુજરાત રાજ્યના ૭૭મા પ્રજાસત્તાક દિનની રાજ્યકક્ષાની ઉજવણી આ વર્ષે નવરચિત વાવ-થરાદ જિલ્લામાં થવા જઈ રહી છે. આ રાષ્ટ્રીય પર્વની પૂર્વ સંધ્યાએ, એટલે કે ૨૫ જાન્યુઆરીના રોજ સાંજે ૦૬:૦૦ કલાકે, થરાદના મલુપુર સ્થિત હેલિપેડ ગ્રાઉન્ડ (નવી કોર્ટ સામે) ખાતે એક ભવ્યાતિભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.આ ગરિમામય કાર્યક્રમમાં રાજ્યના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહી જનમેદનીને સંબોધિત કરનાર છેકાર્યક્રમની શરૂઆતમાં જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવશે અને મહાનુભાવોનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવશે.આ વેળાએ જિલ્લાની વિશિષ્ટ પ્રતિભાશાળી વ્યક્તિઓનું મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવનાર છે, તેની સાથે જિલ્લાની વિકાસ, વિરાસત અને વિશ્વાસનું પ્રતિક વાવ – થરાદ જિલ્લો પરિચય પુસ્તિકાનું વિમોચન રાજ્યપાલશ્રી અને મુખ્યમંત્રીશ્રીના હસ્તે કરવામાં આવશે.આ સાથે જિલ્લામાં પૂર્ણ થયેલા વિવિધ વિકાસલક્ષી કામોનું આ તકે લોકાર્પણ અને ખાતમુર્હુત કરવામાં આવશે. જિલ્લામાં રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા તૈયાર કરાયેલ ૬૦ મિનિટનો ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરાશે, જે દેશભક્તિ અને સ્થાનિક સંસ્કૃતિની ઝલક પેશ થનાર છે.આ ઉજવણીના ભાગરૂપે જિલ્લા તંત્ર દ્વારા મહાનુભાવોને સ્મૃતિચિહ્ન (મોમેન્ટો) અર્પણ કરવામાં આવશે. આ ઐતિહાસિક પળના સાક્ષી બનવા અને સાંસ્કૃતિક કાર્યક્રમનો આનંદ માણવા જિલ્લાના નાગરિકોને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

Back to top button
error: Content is protected !!