પીપલોદ ગામે થયેલ મારામારીના બનાવ સંદર્ભે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવે.હિન્દુ સંગઠન પોંહચીયો પીપલોદ પોલીસ સ્ટેશન

તા.૨૨.૦૧.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Bariya:પીપલોદ ગામે થયેલ મારામારીના બનાવ સંદર્ભે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવે.હિન્દુ સંગઠન પોંહચીયો પીપલોદ પોલીસ સ્ટેશન
આજરોજ દેવગઢ બારિયા તાલુકાના પીપલોદ ગામે થયેલ મારામારીના બનાવમાં નરેશભાઈ ધીરાભાઈ પટેલને ગંભીર રીતે ઇજા પહોંચાડવામાં આવી હતી. બનાવ બાદ હિન્દુ સંગઠન સેવાના આગેવાનોએ પીડિત રેબારી સામૂહિક હોસ્પિટલ ખાતે મુલાકાત લઈ તેમની તબીબી તપાસ કરાવી હતી. ત્યારબાદ વધુ સારવાર માટે પીડિતને દાહોદ સ્થિત ઝાયડસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.આ બનાવમાં આરોપી સપાન દ્વારા લાકડી નો ઉપયોગ કરી ગંભીર હુમલો કરવામાં આવ્યો હોવાનો આરોપ છે. 10 થી 15 લાકડીઓ મારવામાં આવી હતી.આ બનાવ અંગે પીપલોદ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે.એક પીડિત પટેલ નરેશભાઈ ધીરાભાઈને પણ ગેબી માર તથા લાકડી વડે ગંભીર રીતે માર મારવામાં આવતા તેમને તાત્કાલિક ઝાયડસ હોસ્પિટલ, દાહોદ ખાતે દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.આ સમગ્ર ઘટનાને લઈ સમસ્ત હિન્દુ પરિવાર દ્વારા હુમલાખોર ગુનેગારો વિરુદ્ધ કાયદેસર તથા કડક કાર્યવાહી કરવામાં આવે તેમજ આવા અસામાજિક તત્વ સામે રી-કન્ડક્શન સહિતના કડક પગલાં ભરવામાં આવે તેવી તીવ્ર માંગણી કરવામાં આવી છે





