
વડોદરા શહેર ભાજપના એસસી મોરચાના પ્રભારી મુકેશ શ્રીમાળીની નલ સે જલ કૌભાંડમાં ધરપકડ….
620 ગામમાં પાણીના કામના નકલી બિલ, બોગસ દસ્તાવેજથી નાણાં ઉપાડી લેવાયા હતા.
GSE મુકેશભાઈ શ્રીમાળી મહીસાગર ‘નલ સેજલ’ કૌભાંડમાં સી આ ઈ ડી ક્રાઇમ દ્વારા 1.76 કરોડની રિકવરી ના
વડોદરા ભાજ૫ ના એસસી મોરચાના પૂર્વ પ્રભારી મુકેશ શ્રીમાળીની ધરપકડ કરાતાં રાજકીય હડકંપ મચી ગયો છે.
ભાજપના 3 મોટા હોદ્દેદારો મળી અત્યાર સુધીમાં કુલ 23 લોકોની ધરપકડ થઈ છે.
અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે, ગુજરાતના ચકચારી 123 કરોડના મહીસાગરના ‘નલ સે જલ’ થોજના કૌભાંડમાં 22 જૂને વાસ્મોના યુનિટ મેનેજર ગિરીશ અગોલા દ્વારા નોંધાયેલી ફરિયાદ બાદ તપાસનો રેલો અનેક લોકો સુધી પહોંચ્યો છે. જેમાં અત્યાર સુધીમાં કુલ 22 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.
સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચે વધુ એક રાજકીય નેતાને ઝડપી પાડીને ભ્રષ્ટાચારી નેતાઓ અને કોન્ટ્રાક્ટરોમાં ફફડાટ ફેલાવી દીધો છે. વડોદરા ભાજપના અનુસૂચિત જાતિ મોરચાના પૂર્વ પ્રભારી મુકેશ શ્રીમાળીની ધરપકડ સાથે આ કૌભાંડના તાર વડોદરા સુધી લંબાયા હોવાનું સ્પષ્ટ થયું છે.
જ્યારે વડોદરા એસસી મોરચાના પૂર્વ પ્રભારી પાસેથી નલ સે જલના કૌભાંડના કુલ ३.1,76,97.169.25- રિકવરી સરકારને કરવાની બાકી છે. જનતાના પરસેવાના નાણાં વ્યક્તિગત હિત માટે વાપરી નાખનારા આ નેતા પર કાયદાનો શિકંજો કસાતા રાજકીય વર્તુળોમાં સોપો પડી ગયો છે. સીઆઇડી કાઈમ દ્વારા અત્યાર સુધીમાં 23 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં ભાજપના ૩ મોટા હોદ્દેદારોની પણ ધરપકડ થઈ ચૂકી છે.
અગાઉ મહીસાગર જિલ્લા યુવા મોરચા પ્રમુખ ચિરાગ પટેલ અને ખાનપુર તાલુકા ભાજપ પૂર્વ મહામંત્રી ધર્મેન્દ્ર માલીવાડની ધરપકડ બાદ સીઆઈડીએ વડોદરા શહેર ભાજપના એસસી મોરચાના પૂર્વ પ્રભારી મુકેશ શ્રીમાળીની ધરપકડથી રાજકીય વર્તુળોમાં ભુકંપ સર્જાયો છે.



