
ચિકદા તાલુકાના મુલ્કાપાડામાં તલાટીની સહી-પ્રમાણપત્ર વિના જ લાભાર્થીઓને પૈસા ચૂકવાઈ ગયાં
તાહિર મેમણ – ડેડીયાપાડા – 22/01/2026 – ચિકદા તાલુકાના રોહદા ગ્રુપ ગ્રામ પંચાયતના મુલ્કાપાડા ગામે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં આવાસોના બાંધકામ કર્યા વગર લાભાર્થીઓને પેમેન્ટ ચૂકવાય ગયું હતું. જેમાં મીડિયા દ્વારા સ્થળ ચકાસણી કર્યા બાદ તાલુકા વિકાસ અધિકારી ડેડીયાપાડાને લાભાર્થીઓની યાદી આપવામાં આવી હતી. અને તપાસ કરવાની ખાતરી આપવામાં આવી હતી ત્યારે પંદર દિવસ વીતવા છતાં તાલુકા વિકાસ અધિકારી દ્વારા કોઈ જ તપાસ કરવામાં આવી નથી. જ્યારે રોહદા ગ્રુપ ગ્રામ પંચાયતના તલાટી વસંતભાઈ વસાવા સાથે રૂબરૂ વાતચીત કરતા તેમણે મીડિયાને જણાવ્યું હતું કે આવાસના બાંધકામ પૂર્ણ થયા અંગેના કોઈ પ્રમાણપત્ર મે આપ્યા નથી. તેમજ આવાસના બાંધકામ સ્થળ પર પણ પૂર્ણ થયા નથી. ત્યારે આવાસ અંગેની કામગીરી કરતી ડીઆર.ડીએ. શાખાના અધિકારીઓની આમાં મુખ્ય સંડોવણી હોય એમ લાગી રહ્યું છે. જે એક મોટો તપાસનો મુદ્દો છે. ડેડીયાપાડા તાલુકામાં આવા બીજા ગામોમાં પણ તપાસ કરવામાં આવે તો મોટું ભ્રષ્ટાચાર સામે આવે એમ છે.
તલાટી કમ મંત્રી વસંતભાઈ વસાવા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કોઈ પણ પ્રમાણપત્ર પર સહી કે સિક્કા કર્યા નથી.
મુલ્કાપાડા ગામે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં આવાસોના બાંધકામ અંગેના પ્રમાણપત્રના ફોર્મમાં મારા દ્વારા કોઈ સહી કે સિક્કા કરવામાં આવ્યા નથી. મારી પાસે કોઈ અરજદાર ફોર્મમાં સહી કે સિક્કા કરાવવા આવ્યા નથી. સ્થળ તપાસ કરતા આવાસ બાંધકામ પૂર્ણ થયેલ નથી. અને આવાસ પૂર્ણ થયાનું પ્રમાણપત્ર તલાટીએ આપવાનું હોય છે. ત્યારે લાભાર્થીઓનું આવાસ મંજૂર થતાં પહલો, બીજો અને ત્રીજો હપ્તો લાભાર્થીના ખાતામાં જમા થાય એ પહેલા તલાટી દ્વારા બાંધકામ થયેલ છે એ અંગેનું પ્રમાણપત્ર આપવાનું હોય છે. ત્યાર બાદ ડી આર ડી એ અને તાલુકા વિકાસ અધિકારીની સહી થયા બાદ લાભાર્થીના ખાતામાં પેમેન્ટ થતું હોય છે. ત્યારે તલાટીકમ મંત્રીશ્રીના સહી સિક્કા વગર કોની મહેરબાનીથી લાભાર્થીઓના ખાતામાં પેમેન્ટ જમા થયું જે તપાસનો વિષય છે.???




