ઝઘડિયા તાલુકાના ઇન્દોર ગામે પ્રાથમિક શાળાના નવા મકાનનું ખાતમુહુર્ત થયું પરંતુ કામગીરી શરૂ ન થઈ!
ભરૂચ જિલ્લા પંચાયત પ્રમુખ એ કહ્યું ટૂંક જ સમયમાં કામગીરી શરૂ થશે
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઇન્દોર ગામની પ્રાથમિક શાળાનું મકાન જરજરીત હાલતમાં હોવાથી તેને તોડી પાડવામાં આવ્યુ હતું, ત્યારબાદ નવા ઓરડાઓ ની મંજૂરી મળતા ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું, પરંતુ ખાતમુહૂર્ત થયાના ત્રણ મહિના બાદ પણ શાળાના નવા ઓરડાઓ બનાવવાની કામગીરી શરૂ કરવામાં નહીં આવતા વિદ્યાર્થીઓ હાલાકી ભોગવી રહ્યા છે, ખાતમુહુર્ત ના ત્રણ મહિના બાદ પણ નવા ઓરડાની કામગીરી શરૂ કરવામાં નહીં આવતા ગ્રામજનો દ્વારા મીડિયાનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને જણાવ્યું હતું કે શાળામાં હાલમાં બે જ ઓરડા છે તેમાંથી પણ એક જર્જરીત હાલતમાં છે, જગ્યાના અભાવે શાળાનો સમય બદલી શાળા હાલમાં બે બેચ માં શરૂ કરવામાં આવી છે જેમાં સવારે 1 થી 5 ધોરણના વિદ્યાર્થીઓને અભ્યાસ માટે બોલાવવામાં આવે છે અને બપોર બાદ ધોરણ છ થી આઠ ના વિદ્યાર્થીઓને અભ્યાસ માટે બોલાવવામાં આવતા વિદ્યાર્થીઓ હાલાકી નો સામનો કરી રહ્યા છે,અને શિક્ષકોને પણ મુશ્કેલી પડે છે જેથી જલ્દીથી શાળાના મકાનની કામગીરી શરૂ કરવામાં આવે તેવી ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી હતી
ભરૂચ જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદીયાને શાળાના ખાતમુહુર્ત બાદ પણ ઓરડાઓ ની કામગીરી શરૂ કેમ નહીં થઈ એ વિશે મીડિયા દ્વારા સવાલ કરતા તેઓએ જણાવ્યું હતું કે ટેન્ડરિંગ પ્રક્રિયામાં કંઈક વિલંભ ના કારણે આ કામગીરી અટકી હતી પરંતુ તેઓ દ્વારા ગાંધીનગર ખાતે આ વાતની જાણ કરવામાં આવ્યા બાદ ટેન્ડરિંગ પ્રક્રિયા પૂર્ણ થઈ છે અને ટૂંક જ સમયમાં શાળાના નવા મકાનની કામગીરી શરૂ કરવામાં આવશે. તેમ મીડિયા સમક્ષ જણાવ્યું હતું,
ઈરફાન ખત્રી
રાજપારડી









