MORBI મોરબીમાં દલવાડી સકૅલ નજીક IHSDP યોજના હેઠળ બનાવેલ ફ્લેટો પડતર હાલતમાં

MORBI મોરબીમાં દલવાડી સકૅલ નજીક IHSDP યોજના હેઠળ બનાવેલ ફ્લેટો પડતર હાલતમાં
આજ થી આશરે ૧૦ વર્ષ પહેલા મોરબીમાં દલવાડી સર્કલ પાસે મોરબી નગરપાલિકા દ્વારા (IHSDP) યોજના હેઠળ જે પરિવારો જીર્ણ અને ખંડેર આવાસોમાં રહે છે તેવા પરિવારોને રહેણાંક માટે ૨ રૂમ રસોડું અને જાજરૂ વાળા મકાનો પૂરા પાડવાના આશ્રય સાથે ૫૦૦ થી પણ વધુ ફ્લેટોનું ગરીબ માણસો માટે બાંધકામ કરવામાં આવેલ. આ ફ્લેટો દરવાજા અને બારી ચડાવ્યા વગરના તેમજ લાઇટની કોઈ પણ સુવિધા વગર છેલ્લા ૯ વર્ષથી પડતર હાલતમાં પડેલ હોય અને આ ફ્લેટના લાભાર્થીઓ પાસેથી નગરપાલિકા દ્વારા પૈસાનું પણ ઉઘરાણું કરી નાખેલ હોય છતાં પણ આવાસોનું લોકાર્પણ કરવામાં આવેલ નથી.
અત્યાર સુધી મોરબીના ચૂંટાયેલા સ્થાનિક નેતાઓ તેમજ તંત્ર સંપૂર્ણપણે નિષ્ફળ નીવળ્યું છે. તો આવા ગરીબ પરિવારોને ન્યાય અપાવવા માટે થઈ આમ આદમી પાર્ટીના નેતા પંકજ રાણસરિયા તેમની ટીમ સાથે પીડિત પરિવારોને સાથે રાખી શનિવારે મુખ્યમંત્રી મોરબી પધારવાના હોય ત્યારે યોગ્ય રજૂઆત કરશે અને પરિવારોને ન્યાય અપાવવા માટે યોગ્ય માંગ કરશે.







