
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : સૂર્ય દેવતા અને વાદળો વચ્ચે સંતાકૂકડીની રમત,ખેડૂતોની નજર આકાશ તરફ,ઠંડીનો ચમકારો
*હવામાન વિભાગની ઉત્તર ગુજરાતમાં કમોસમી માવઠાની આગાહીથી ખેડૂતો ચિંતિત*
અરવલ્લી જીલ્લા સહીત ઉત્તર ગુજરાતનાં વાતાવરણમાં ભારે પલટો જોવા મળી રહ્યો છે ગત રાત્રીએ મહેસાણા પંથકમાં વરસાદી ઝાપટું પડતા ખેડૂતો ચિંતામાં ગરકાવ થઇ રહ્યા છે મોડાસા શહેર સહીત અરવલ્લી જીલ્લામાં વહેલી સવારથી વાદળો અને સૂર્ય દેવતા વચ્ચે સંતાકૂકડી રમત જોવા મળી હતી ઠંડીની તીવ્રતા માં વધારો થતા વહેલી સવારે અને રાત્રે શીત લહેરના કારણે રસ્તાઓ સુમસામ બન્યાં છે રવી પાક માટે ઠંડી આશીર્વાદરૂપ બની રહી છે બીજી તરફ આકાશે વાદળો ધસી આવતા માવઠાની દહેશત પેદા થતા ખેડૂતોના પેટમાં ફાળ પડી છે
અરવલ્લી જીલ્લામાં ખેડૂતોએ લાખ્ખો હેક્ટરમાં મોંઘાદાટ બિયારણ અને રાસાયણિક ખાતર અને દવાઓ અને મહા મહેનતે રવિ સીઝનની વાવણી કરી છે પાકને બચાવવા અને વધુ ઉત્પાદન માટે ખેડૂતો અને તેમના પરિવારો હાડ થીજવતી ઠંડીમાં માવજત કરી રહ્યા છે ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પાંચ દિવસમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવાઠાની આગાહી કરતા અને આકાશે વાદળો છવાતા ધરતીપુત્રોના મનમાં ચિંતાના વાદળો ઘેરાયા છે
ઉત્તર ભારતમાં થઈ રહેલી હિમવર્ષાની અસરથી અરવલ્લી જિલ્લામાં ૨ દિવસથી ઠંડીને ચમકારો જોવા મળી રહ્યો છે. લઘુત્તમ તાપમાનનો પારો ગગડતા લોકો ઠુઠવાયાં છે.વહેલી સવારે અને મોડી રાત્રે શીતલહેરના કારણે રસ્તાઓ સુમસામ બને છે, જ્યારે રવી પાક માટે ઠંડી આશીર્વાદરૂપ બનવાની ખેડૂતોમાં આશા સેવાઈ રહી છે.શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારે ગાઢ ધુમ્મસની ચાદર છવાયેલી જોવા મળે છે. જોકે, વાતાવરણમાં ઠંડી અને પવનના મિશ્રણને કારણે શરદી, ઉધરસ અને વાયરલ તાવના કેસોમાં પણ સામાન્ય વધારો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર આગામી થોડા દિવસ સુધી ઠંડીનું આ મોજું યથાવત્ રહેવાની શક્યાતા છે.અને કમોસમી વરસાદનું પણ સંકટ ઘેરાયું છે





