ARAVALLIGUJARATMODASA

મોડાસા : લાયન્સ સોસાયટી સંચાલિત દિવ્યાંગ ITI ભરતી મેળામાં 48 દિવ્યાંગોનું એમેઝોન કંપનીમાં સિલેકશન 

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

મોડાસા : લાયન્સ સોસાયટી સંચાલિત દિવ્યાંગ ITI ભરતી મેળામાં 48 દિવ્યાંગોનું એમેઝોન કંપનીમાં સિલેકશન

*દિવ્યાંગ વિદ્યાર્થીઓ અને પરિવારજનો ખુશીથી ઝૂમી ઉઠ્યા*

અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરમાં લાયન્સ સોસાયટી સંચાલિત દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટેની આઇટીઆઇ તેમજ બહેરા મૂંગા શાળામાં એમેઝોન ઇન્ડિયા પ્રા.લિમિટેડ કંપની અને નેશનલ કેરીયર સર્વિસ સેન્ટર કુબેરનગર અમદાવાદ તરફથી દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યુ હતું જેમાં 48 કુશળતા પ્રાપ્ત દિવ્યાંગ વિદ્યાર્થીઓની નોકરી માટે એમેઝોન કંપનીએ અમદાવાદ વેરહાઉસ માટે પસંદગી કરતા સંસ્થામાં આનંદ છવાયો હતો અગાઉ ફોર્ડ કંપનીમાં મોડાસા દિવ્યાંગ આઇટીઆઇમાંથી પસંદ કરેલ 23 દિવ્યાંગો ફરજ બજાવી રહ્યા છે

ગુજરાતમાં દિવ્યાંગ વિદ્યાર્થીઓના જોબ પ્લેસમેન્ટ માટે નામાંકિત મોડાસા લાયન્સ સોસાયટી સંચાલિત આઈટીઆઈમાં અભ્યાસ કરનાર અનેક દિવ્યાંગ વિદ્યાર્થીઓ ખાનગી કંપનીમાં અને કરાર આધારિત એજન્સીમાં નોકરી કરી પરિવારનું જીવન નિર્વાહ ચલાવી રહ્યા છે બહેરા મૂંગા શાળામાં યોજાયેલ રોજગાળ ભરતી મેળામાં 48 કુશળતા પ્રાપ્ત દિવ્યાંગ વિદ્યાર્થીઓની નોકરી માટે એમેઝોન કંપનીએ અમદાવાદ વેરહાઉસ માટે પસંદગી કરતા સંસ્થાના પ્રમુખ ડૉ.ટી.બી.પટેલ,ઉપપ્રમુખ કમલેશ પટેલ સહિત હોદ્દેદારો અને વિદ્યાર્થીઓ અને તેમના પરિવારજનોમાં ખુશી જોવા મળી હતી આ ભરતી મેળામાં મોડાસા મામલતદાર ગોપી મહેતા, રોજગાર અને જીલ્લા સમાજ સુરક્ષા અધિકારી,મોડાસા ITIના અમિત ઠાકર, એન.સી.એસ.સી.ભારત સરકાર કુબેરનગર અમદાવાદ અને એમેઝોન કંપનીના અધિકારીઓ અને પ્રશાંતભાઈ હાજર થયા હતા કેપ્મસ ઈન્ટરવ્યુંમાં પસંદગી પામેલ દિવ્યાંગ તાલીમાર્થીઓને અને તેમના પરિવારજનોને લકઝરી બસમાં બાવળામાં આવેલ એમેઝોન કંપનીના વેરહાઉસની મુલાકાત કરવી હતી જેમાંથી 30 દિવ્યાંગ તાલીમાર્થીઓને જોઇનિંગ લેટર સ્થળ પર આપવામાં આવ્યા હતા અન્ય તાલીમાર્થીઓને ટૂંક સમયમાં જોઇનિંગ લેટર આપવામાં આવશે દિવ્યાંગ વિદ્યાર્થીઓ પરિવારનો સહારો બન્યા હતા

Back to top button
error: Content is protected !!