દિયોદરના ફોરણા ગામે વસંત પંચમી ના દિવસે ચેહર માતાજીના ધામમાં ભવ્ય ઉત્સવ ઉજવાયો

દિયોદર ફોરણા ગામે વસંત પંચમી ના દિવસે ચેહર માતાજીના ધામમાં ભવ્ય ઉત્સવ ઉજવાયો
પ્રતિનિધિ દિયોદર કલ્પેશ બારોટ
•હજારોની સંખ્યામાં ભક્તો ઉમટ્યા માહોલ ભક્તિમય બન્યો
દિયોદર તાલુકાના ફોરણા ગામે બિરાજમાન સેધા જલાની ચેહર માતાજી ના ધામ ખાતે આજે ભવ્ય ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો શુક્રવાર ના રોજ વસંત પંચમી ચેહર માતાજી નો પ્રાગટ્ય દિવસ હોવાથી મંદિર ખાતે સમગ્ર વાવ થરાદ ,બનાસકાંઠા સહિત ગુજરાત માંથી ભક્તો દર્શન અર્થ ઉમટી પડ્યા હતા આજે માતાજી ના મંદિર ખાતે વિવિધ મંત્રોચાર થી હવન પણ યોજાયો હતો જેમાં મંદિર ના શિખર પર ધ્વજા ચડાવવામાં આવી હતી વર્ષો થી બિરાજમાન ચેહર માતાજીના મંદિર માં આજે ભક્તોની હેલી વચ્ચે ભવ્ય ઉજવણી થઈ હતી આ પ્રસંગે મંદિરના ભુવાજી નરસિંહભાઈ એ જણાવ્યું હતું કે દર વર્ષે આ મંદિર ખાતે ઉત્સવ ઉજવાય છે જેમાં વર્તમાન સમયે લોકોને અંધશ્રદ્ધા માંથી બહાર આવવાનું જોઈએ અને લોકો ને પોતાના બાળકોને શિક્ષણ આપવું જોઈએ તેવું આહવાન કર્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો





