MEHSANAVIJAPUR

વિજાપુર સરકારી જનરલ હોસ્પિટલ ના પાર્કિંગ માં પાર્ક કરેલ ઇકોન કાર કારના વાયર શોર્ટ થવાથી સળગી ઉઠી

oppo_0
oppo_0

વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર સરકારી જનરલ હોસ્પિટલના પાર્કિંગમાં એક કારમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી હતી. રામપુરા કોટના રહેવાસી કનુભાઈ ડાહ્યા પટેલ પોતાની માજીને સારવાર અર્થે સરકારી દવાખાને લઈ આવ્યા હતા અને પોતાની ઇકોન કાર નંબર GJ-01-RH-5269 પાર્કિંગમાં પાર્ક કરી હતી.કાર પાર્ક કરી કનુભાઈ પટેલ હોસ્પિટલમાં કેસ લખાવવા ગયા હતા તે દરમિયાન અચાનક કારના વાયરિંગમાં શોર્ટ સર્કિટ થતાં કારના આગળના ભાગમાં આગ ભભૂકી ઉઠી હતી. ઘટનાની જાણ થતાં દવાખાનાના ફાયર સેફ્ટી વિભાગ તથા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.
oppo_0
oppo_0
આગમાં કારના આગળના બોયનેટનો ભાગ બળી ગયો હતો, જો કે સમયસર આગ કાબૂમાં આવતા મોટું નુકસાન થતું અટક્યું હતું. મહત્વનું એ છે કે કારમાં આવેલા દર્દી અને અન્ય લોકો આગ લાગતા પહેલાં જ દવાખાને સલામત રીતે પહોંચી ગયા હતા, જેથી કોઈ જાનહાનિ થઈ નહોતી.
રામપુરા કોટથી અંદાજે 22 કિલોમીટર અંતર કાપીને કાર વિજાપુર પહોંચી હતી અને ત્યારબાદ આ બનાવ બન્યો હતો. ઘટનાને પગલે થોડીવાર માટે દવાખાના પરિસરમાં અફરાતફરી સર્જાઈ હતી, પરંતુ ફાયર વિભાગની ઝડપી કામગીરીથી મોટી દુર્ઘટના ટળી હોવાનું લોકોમાં ચર્ચાયું હતું.

Back to top button
error: Content is protected !!