MORBIMORBI CITY / TALUKO

સેવા ભાવના હ્રદયમાં રાખી અવિરત સેવાની જ્યોત જલાવી દરિદ્રને હુંફ આપતા પાટીદાર વુમનસ ગૃપ દ્વારા જન્મીદવસની અનોખી ઉજવણી કરવામાં આવી.

 

(શ્રીકાંત પટેલ દ્વારા વાત્સલ્ય સમાચાર મોરબી)

 

 

જન્મદિવસમાં ખોટા ખર્ચ કરવાને બદલે સેવા કાર્ય કરવાના સંકલ્પ સાથે પાટીદાર વુમનસ ગૃપ નાં અગ્રણી સાધનાબેન ઘોડાસરા ની દીકરી શ્રેયા ના જન્મદિવસ નિમિતે પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી છે જેમાં મોરબીના રેન બસેરા ખાતે રહેતા લોકોને ચા, ખાંડ સાથે નાસ્તો (ગાંઠીયા, ચવાણું, ખારી, ટોસ) નું વિતરણ કરવામાં આવ્યું હતું.આ સેવાકાર્યમાં રેનબસેરા માં સેવા આપતા અસ્મિતાબેન ગોસ્વામી અને પરેશભાઈ ત્રિવેદી એ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

આ ઉમદા કાર્યમાં પાટીદાર વુમન્સ ગ્રુપના સાધનાબેન ઘોડાસરા, આશાબેન ભાલોડીયા, કાજલબેન આદ્રોજા, ગૌરીબેન અધારા, વનિતાબેન વરમોરા, અલ્પાબેન કાસુન્દ્રા, નિત્યાબેન ઘોડાસરા સહિતના સભ્યો એ સહયોગ આપ્યો હતો

Back to top button
error: Content is protected !!