ARAVALLIGUJARATMODASA

શામળાજી પોલીસે કારમાંથી વિદેશી દારૂ ઝડપી, રૂ.4.96 લાખના મુદ્દામાલ સાથે 1 આરોપી ઝડપી પાડ્યો 

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

શામળાજી પોલીસે કારમાંથી વિદેશી દારૂ ઝડપી, રૂ.4.96 લાખના મુદ્દામાલ સાથે 1 આરોપી ઝડપી પાડ્યો

અરવલ્લી જિલ્લામાં પ્રોહીબિશનની બદી નેસ્તનાબૂદ કરવા માટે ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ શામળાજી પોલીસ દ્વારા અસરકારક કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં મારૂતિ સુઝુકી કંપનીની ઇગ્નિસ કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો.

નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ (ગાંધીનગર રેન્જ) તથા પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન. જાડેજા (અરવલ્લી–મોડાસા) દ્વારા રાજસ્થાન બોર્ડર તરફથી થતા દારૂના ગેરકાયદેસર વહનને અટકાવવા માટે કડક વાહન ચેકિંગ, નાકાબંધી અને લિસ્ટેડ બુટલેગરો સામે કડક કાર્યવાહી કરવા સૂચનાઓ આપવામાં આવી હતી. જે અનુસંધાને નાયબ પોલીસ અધીક્ષક જે.ડી. વાધેલા (મોડાસા વિભાગ)ના માર્ગદર્શન હેઠળ શામળાજી પોલીસ કામગીરીમાં સક્રિય હતી.

આ દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર  એસ.એસ. માલની સૂચનાથી શામળાજી પોલીસ સ્ટેશનનો સ્ટાફ આર.ટી.ઓ. ચેક પોસ્ટ ખાતે રાજસ્થાન તરફથી આવતા નાના-મોટા શંકાસ્પદ વાહનોનું ચેકિંગ કરી રહ્યો હતો. તે દરમ્યાન એક વાદળી રંગની ફોર વ્હીલ ગાડી આવતા પોલીસે તેને રોકી તપાસ કરી હતી. ગાડી મારૂતિ સુઝુકી કંપનીની ઇગ્નિસ હોવાનું જણાયું હતું, જેનો નંબર GJ-01-KU-1606 હતો.ગાડીના ચાલક તરીકે સલમાનખાન અબ્દુલ કૈયુબખાન પઠાન (ઉંમર ૩૫), રહેવાસી ચારવાડ, દરિયાપુર, અમદાવાદ શહેર હોવાનું જાણવા મળ્યું હતું. ગાડીની તપાસ કરતાં પાછળના ડેકીમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની પેટીઓ ભરેલ મળી આવી હતી.તપાસમાં અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની પેટી નંગ-૮ મળી આવી, જેમાં કુલ ક્વાર્ટર/બીયર ટીન/બોટલ નંગ-૨૨૮ તથા છુટા બોટલ નંગ-૬ મળી કુલ નંગ-૨૩૪ જેટલો દારૂ જથ્થો (કિંમત રૂ.૯૬,૭૨૦/-) હોવાનું સામે આવ્યું હતું. સાથે હેરાફેરીમાં વપરાયેલ મારૂતિ સુઝુકી ઇગ્નિસ કાર (કિંમત રૂ.૪,૦૦,૦૦૦/-) મળી કુલ રૂ.૪,૯૬,૭૨૦/- નો મુદ્દામાલ કબ્જે લેવામાં આવ્યો હતો.આ મામલે શામળાજી પોલીસે ઇગ્નિસ કારના ચાલક વિરૂદ્ધ પ્રોહીબિશન કાયદા હેઠળ ગુનો દાખલ કરી આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!