
ફૈઝ ખત્રી…શિનોર
વડોદરા જિલ્લા અને નર્મદા જિલ્લાને જોડતા નર્મદા નદી પર આવેલા શ્રી રંગસેતુ બ્રિજ પરથી મોટા અને ભારે વાહનોના પસાર થવા પર તંત્ર દ્વારા પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. બ્રિજની હાલની સ્થિતિ, સુરક્ષા તેમજ સમારકામને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
બ્રિજની બંને બાજુ એંગલ લગાવવામાં આવતા હવે મોટા અને ભારે વાહનો માટે બ્રિજ પરથી પસાર થવું શક્ય રહેશે નહીં. અગાઉથી જ બ્રિજ પર ભારે વાહનોના ભારને કારણે નુકસાન થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી હતી, જેને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા આ પગલું ભરવામાં આવ્યું છે.
શ્રી રંગસેતુ બ્રિજ પર કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. તંત્ર દ્વારા તમામ વાહનચાલકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે.




