ARAVALLIGUJARATMEGHRAJMODASA

મેઘરજ – ડચકા ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચાર તપાસ દરમિયાન વોર્ડ સભ્યને જાનથી મારી નાખવાની ધમકી

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

મેઘરજ – ડચકા ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચાર તપાસ દરમિયાન વોર્ડ સભ્યને જાનથી મારી નાખવાની ધમકી, નોંધાઈ ફરિયાદ

ડચકા ગ્રુપ ગ્રામ પંચાયતમાં થયેલ વિકાસ કામોમાં ભ્રષ્ટાચારની તપાસ દરમ્યાન ગ્રામ પંચાયતના વોર્ડ સભ્યને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. આ મામલે વોર્ડ સભ્યએ મેઘરજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે

ફરિયાદી મહેશકુમાર માનાભાઈ જાતે બારીયા (રહે. સારંગપુર), જે હાલ ડચકા ગ્રુપ ગ્રામ પંચાયતના વોર્ડ નં-૩ ના સભ્ય છે, તેમણે ફરિયાદમાં જણાવ્યા મુજબ ગઇ તા.૧૮/૧૨/૨૦૨૫ ના રોજ ટીડીઓશ્રી મેઘરજ, વિસ્તરણ અધિકારી તથા અન્ય કર્મચારીઓ ગ્રામ પંચાયતની ગ્રાન્ટમાંથી થયેલ વિકાસ કામોની તપાસ માટે સારંગપુર ગામે આવ્યા હતા.તપાસ દરમિયાન ટીમ સાથે ફરતા ફરતા ડચકા ગામે તાલુકા સદસ્ય ગીતાબેન દિનેશભાઈ ડામોરના ઘરે બનાવવામાં આવેલ જાહેર શૌચાલયની તપાસ માટે ગયા હતા. તે સમયે ગીતાબેન દિનેશભાઈ ડામોર, દિનેશભાઈ ભાવાભાઈ ડામોર, મુનાબેન દિનેશભાઈ ડામોર તથા હમજુબેન ભાવાભાઈ ડામોર ત્યાં હાજર થઈ ગયા હતા.ફરિયાદ મુજબ આરોપીઓએ ફરીયાદીને “તને મારું જ શૌચાલય દેખાય છે?” કહી મા-બહેન સમી ગાળો આપી હતી. આ સાથે અશ્લીલ અને અપમાનજનક ટિપ્પણીઓ કરવામાં આવી હતી. વધુમાં દિનેશભાઈ ભાવાભાઈ ડામોરે ફરીયાદીને “તને તો ધોળા દિવસે ઉડાવી દેવાનો છે” કહી જાનથી મારી નાખવાની ગંભીર ધમકી આપ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.આ ઘટનાને પગલે ફરીયાદીએ આરોપીઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા મેઘરજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ દ્વારા મામલે તપાસ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

Back to top button
error: Content is protected !!