આણંદની સેંટ સીરીલ સ્કૂલ માં સ્પોર્ટસ ડે ની ઉજવણી કરાઈ

આણંદની સેંટ સીરીલ સ્કૂલ માં સ્પોર્ટસ ડે ની ઉજવણી કરાઈ
તાહિર મેમણ – આણંદ – 25/01/2026 – આણંદ પાધરીયા વિસ્તાર માં સ્થિત, પ્રતિષ્ટિત સેંટ સીરીલ સ્કૂલ આણંદ માં તા. 23/01/2026 અને તા. 24/01/2026 ના રોજ સ્પોર્ટસ ડે ( રમત ગમત દિવસ ) નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકોએ રમતવીર ની ભાવના સાથે ઉત્સાહ પૂર્વક રમતો માં ભાગ લીધો હતો.અને આ સમગ્ર સ્પોર્ટસ ડે ને સફળ બનાવવા માટે સ્કૂલ ના ટ્રસ્ટીઓ, પ્રિન્સિપલ, વાઈસ પ્રિન્સિપલ અને તમામ શિક્ષક ગણ નું યોગદાન રહ્યું હતું.
બાળકોનો મનોશારીરિક વિકાસ અને જીવન કૌશલ્યોનો વિકાસ કરવાનો છે. આ નીતિ અનુસાર, શિક્ષણ માત્ર પુસ્તકીય જ્ઞાન સુધી મર્યાદિત ન રહે, પરંતુ બાળકોની સર્જનાત્મકતા, શારીરિક સ્વાસ્થ્ય અને માનસિક સુખાકારી પર પણ ધ્યાન આપવામાં આવે. શાળામાં આનંદદાયી વાતાવરણમાં ઘણું શીખશે. આ પ્રકારની પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓની શાળા પ્રત્યેની રુચિ અને હાજરી વધારવામાં પણ મદદરૂપ થાય છે પ્રવૃત્તિઓનો હેતુ બાળકોનો સર્વાંગી વિકાસ કરવાનો છે, જેથી તેઓની સર્જનાત્મક ક્ષમતાઓ ખીલે અને તેઓ શાળા પ્રત્યે વધુ રુચિ દાખવે.





