
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મોડાસા આર્ટ્સ કોલેજનું ગૌરવ વધ્યું : પાયલબેન પટેલને પીએચ.ડી.ની પદવી
મોડાસા મ. લા. ગાંધી ઉચ્ચત્તર શિક્ષણ મંડળ, મોડાસા (કોલેજ કેળવણી મંડળ) સંચાલિત એમ.એડ્. ઇન્સ્ટિટ્યૂટ, મોડાસાના પ્રોફેસર અને વિભાગપ્રમુખ ડો. હરેશકુમાર એન્ડ પટેલના માર્ગદર્શન હેઠળ પાયલબેન અમૃતભાઈ પટેલે મહાશોધ નિબંધ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે.હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ દ્વારા પાયલબેન અમૃતભાઈ પટેલ (એ.એસ. પટેલની પુત્રી)ને પીએચ.ડી.ની પદવી એનાયત કરવામાં આવી છે. તેમની આ સિદ્ધિથી મોડાસાની એમ.એડ્. કોલેજ તથા સમગ્ર શિક્ષણ મંડળનું ગૌરવ વધ્યું છે.આ પ્રસંગે મંડળના પ્રમુખ મહેન્દ્રભાઈ શાહ દ્વારા પાયલબેન પટેલને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. ઉપરાંત સંસ્થાના ટ્રસ્ટીઓ, પ્રાધ્યાપકો તથા સ્ટાફ મિત્રોએ પણ તેમની શૈક્ષણિક સિદ્ધિ બદલ શુભેચ્છાઓ પાઠવી હતી.પાયલબેનની આ સિદ્ધિથી યુવા વિદ્યાર્થિનીઓને ઉચ્ચ અભ્યાસ માટે પ્રેરણા મળશે તેવું શૈક્ષણિક વર્તુળોમાં આનંદ વ્યક્ત કરવામાં આવ્યો હતો.





