
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાના વઘઇ-આહવા રાજ્ય ધોરીમાર્ગ પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.ધરમપુરથી આહવા આવતી એસ.ટી.બસ ચીકટિયા ગામ પાસે અચાનક રોડની નીચે ઉતરી જઈ ભેખડો સાથે ભટકાતા મુસાફરોમાં ભારે ફફડાટ ફેલાયો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર, ધરમપુર-આહવા (વાયા ચીકટિયા) રૂટની એસ.ટી. બસ (નંબર: GJ-18-T-0371) જ્યારે વઘઇ-આહવા હાઈવે પરથી પસાર થઈ રહી હતી, ત્યારે ચીકટિયા ગામ નજીક ડ્રાઈવરે સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો.જેના કારણે બસ રોડની સાઈડમાં આવેલા ખાડામાં ખાબકી ભેખડો સાથે ભટકાયેલ તસવીરોમાં જોઈ શકાય છે કે બસ એકતરફ નમી ગઈ છે. જોકે અચાનક એસટી બસ ખાડામાં ખાબકતા બસમાં બેસેલ મુસાફરોનાં જીવ તાળવે ચોટયા હતા.જોકે અહી સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી.કોઈને પણ ઈજા પોહચી ન હોવાનું જાણવા મળેલ છે..






