DAHODGUJARATJHALOD

ઝાલોદ તાલુકાના ઠૂંઠી કંકાસીયા રોડ પર બે ટ્રકો વચ્ચે ગમખ્વાર અકસ્માત

તા.૨૫.૦૧.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Zalod:દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ઠૂંઠી કંકાસીયા રોડ પર બે ટ્રકો વચ્ચે ગમખ્વાર અકસ્માત

ટ્રકના પતરા કાપી બંને ડ્રાઇવરોને બહાર કાઢવામાં આવ્યા બન્ને ભાઈઓનું આબાદ બચાવ ઝાલોદ તાલુકાના ઠૂંઠી કંકાસીયા રોડ પર રાત્રે અંદાજે ૦૯:૦૦ વાગ્યાના સમયગાળા દરમિયાન બે ટ્રકો વચ્ચે ધડાકાભેર અથડામણ થતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની તીવ્રતા એટલી ભયાનક હતી કે બંને ટ્રકના ડ્રાઇવરો વાહનમાં ફસાઈ ગયા હતા, જોકે સમયસર બચાવ કામગીરીના કારણે બંને ડ્રાઇવરોનો આબાદ બચાવ થયો હતો.પ્રાપ્ત માહિતી મુજબ, એક ટ્રક ઝાલોદ તરફથી ઠૂંઠી કંકાસીયા તરફ જઈ રહી હતી જ્યારે બીજી ટ્રક ઠૂંઠી કંકાસીયાથી ઝાલોદ તરફ આવી રહી હતી. બંને ટ્રકો સામસામે જોરદાર રીતે અથડાતા ઘટનાસ્થળે ભારે અવાજ સાથે ટ્રકો સંપૂર્ણ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી. અકસ્માતની જાણ થતાં જ ઘટનાસ્થળે લોકટોળું ઉમટી પડ્યું હતું તેમજ થોડા જ સમયમાં માર્ગ પર ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ હતી.અકસ્માતમાં બંને ટ્રકના ડ્રાઇવરો કેબિનમાં ફસાઈ જતાં તેઓ સામાન્ય રીતે બહાર આવી શકે તેવી સ્થિતિમાં નહોતા. આથી બચાવ કામગીરી દરમિયાન ભારે જહેમત બાદ ટ્રકના પતરા કાપી બંને ડ્રાઇવરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. અકસ્માતમાં ઇજાગ્રસ્ત બનેલા બંને ડ્રાઇવરોની તબિયત નાજુક જણાતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે દાહોદ સ્થિત ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.પ્રાથમિક માહિતી અનુસાર, અકસ્માતમાં સામેલ બંને ટ્રકો રાજસ્થાનના કુશલગઢ વિસ્તારની હોવાનું જાણવા મળ્યું છે. જેમાં એક ટ્રક મધ્યપ્રદેશ પાસિંગ નંબર MP-43-H-0673 તથા બીજી ટ્રક ગુજરાત પાસિંગ નંબર GJ-09-AU-5883 હોવાનું જાણવા મળ્યું છે.

Back to top button
error: Content is protected !!