DAHODGUJARATLIMKHEDA

લીમખેડા તાલુકાના મંગલમહુડી ખાતે ભાઈ ઓ અને બહેનો સાથે મળી દૂધી અને વાંસ માંથી હાથ થી તૈયાર ઘર સજાવટ અને ઘરવપરાશ ની અનેક આકર્ષક ચીજવસ્તુઓ બનાવી

તા.૨૫.૦૧.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Limkheda:લીમખેડા તાલુકા ના મંગલમહુડી ખાતે ભાઈ ઓ અને બહેનો સાથે મળી દૂધી અને વાંસ માંથી હાથ થી તૈયાર ઘર સજાવટ અને ઘરવપરાશ ની અનેક આકર્ષક ચીજવસ્તુઓ બનાવી રહ્યા છે

આજના આધુનિક યુગ માં ડાર્ક વસ્તુઓ મશીનરી થી તૈયાર થતી જોવા મળે છે ત્યારે દાહોદ જિલ્લા ના લીમખેડા તાલુકા ના મંગલમહુડી ગામ માં રહેતા વિછિયાભાઇ ભાભોર અને તેમની પત્નિ એ પાર્વતીમાં સખીમંડળ તૈયાર કર્યું અને 10 બહેનો અને 10 ભાઈઓ એ સરકાર ની યોજના અંતર્ગત ટ્રેનિંગ મેળવી અને 2017 થી પોતાના ઘર ના એક રૂમ માં જ ઉદ્યોગ શરૂ કર્યો દૂધી ને સૂકવી ને તેમાં રહેલા ગર ને કાઢી નાખી ત્યારબાદ ડ્રીલ વડે તેમાં કાણા કરી સરસ પાલીશ કરી આકર્ષક રૂપ આપવામાં આવે છે ત્યારબાદ વાયર અને હોલ્ડર ફિટ કરી આકર્ષક લેમ્પ તૈયાર થાય છે આવી જ રીતે વાંસ ને જરૂર મુજબ ની પાતળી પટ્ટીઓ કાપી હાથ વડે ટોપલી, પેન સ્ટેન્ડ, હેર સ્ટીક, મોબાઈલ સ્ટેન્ડ, પાણી ની બોટલ, પક્ષીઓ માટે માળો, તીર કામઠા અને અલગ અલગ પ્રકાર ના રમકડા તૈયાર કરે છે વિંછીયા ભાઈ નુ કહેવું છે કે સરકાર દ્રારા રાજ્ય માં હસ્તકલા ના મેળા યોજાય છે ત્યાં સ્ટોલ લગાવી ને વેચાણ કરીએ છીએ જે પૈસા મળે તે તમામ લોકો વહેંચી લે છે અને તેમાંથી જ કાચો માલ લાવી ને નવું ઉત્પાદન કરાય છે

Back to top button
error: Content is protected !!