GUJARATSINORVADODARA

સાધલીની શ્રવણ સંસ્કાર વિદ્યાલય ખાતે 77 માં પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી

ફૈઝ ખત્રી…શિનોર
આજે સમગ્ર દેશભરમાં ૭૭મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે સાધલીની શ્રવણ સંસ્કાર વિદ્યાલય ખાતે પણ પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
કાર્યક્રમની શરૂઆત ધ્વજવંદનથી કરવામાં આવી હતી. ધ્વજવંદન બાદ રાષ્ટ્રગીતનું ગાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાના આચાર્યશ્રી, શિક્ષકગણ તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વિદ્યાર્થીઓએ દેશભક્તિ પર આધારિત ગીતો અને કાર્યક્રમો રજૂ કરી સૌને પ્રેરણા આપી હતી.આચાર્યશ્રી ઉર્વેશકુમાર પટેલએ પ્રજાસત્તાક પર્વનું મહત્વ સમજાવી વિદ્યાર્થીઓને દેશપ્રેમ, શિસ્ત અને એકતાના માર્ગે આગળ વધવા માટે માર્ગદર્શન આપ્યું હતું. સમગ્ર કાર્યક્રમ આનંદમય અને ઉત્સાહભર્યા વાતાવરણમાં સંપન્ન થયો હતો.
વાત કરીએ તો શ્રાવણ સંસ્કાર વિદ્યાલયમાં વિદ્યાર્થીઓને શિક્ષણ સાથે સાથે કુલ સ્ટાફ દ્વારા સંસ્કારનું પણ સિંચન કરવામાં આવતું હોય છે.

Back to top button
error: Content is protected !!