
ફૈઝ ખત્રી…શિનોર
શિનોર તાલુકાના સાધલી ગામ ખાતે આવેલ મનન વિદ્યાલયમાં 77મા પ્રજાસત્તાક દિનની ઉજવણી ભારે ઉત્સાહ અને આનંદ સાથે કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન શાળા પરિસર દેશભક્તિના રંગે રંગાયું હતું.
કાર્યક્રમની શરૂઆત ધ્વજવંદનથી કરવામાં આવી હતી. ધ્વજવંદન બાદ રાષ્ટ્રગીતનું ગાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મનન વિદ્યાલય ના આચાર્યશ્રી, શિક્ષકગણ તથા વિદ્યાર્થીઓ વાલીશ્રીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.પ્રોગ્રામમાં શાળાના વિદ્યાર્થીઓએ દેશભક્તિ પર આધારિત ગીતો અને કાર્યક્રમો રજૂ કર્યા હતા
મનન વિદ્યાલય સાધલીના મેનેજિંગ ડિરેક્ટર શ્રી યશ પંડ્યા તેમજ અમીષા મેડમના માર્ગદર્શન હેઠળ શાળા પરિવાર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મનન વિદ્યાલયના સંચાલન, શિક્ષકગણ અને વિદ્યાર્થીઓ દ્વારા તમામ દેશવાસીઓને 77મા પ્રજાસત્તાક દિનની હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.




