
વિજાપુર બસ ડેપો ખાતે 77મા ગણતંત્ર પર્વની ભવ્ય ઉજવણી કરાઈ
વિજાપુર
વિજાપુર બસ ડેપો ખાતે 77મા ગણતંત્ર પર્વના પાવન અવસરે ડેપો મેનેજર શ વિજયભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં ઘ્વજ વંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ડેપોના અધિકારીઓ તથા સ્ટાફની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય ધ્વજનું ગૌરવભર્યું વંદન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન દેશની આઝાદી અને સંવિધાનની રક્ષા માટે પોતાના પ્રાણોની આહુતિ આપનાર વીર જવાનોને ભાવપૂર્વક યાદ કરવામાં આવ્યા હતા. ડેપો મેનેજર શ્રી વિજયભાઈ ચૌધરીએ કર્મચારીઓને દેશસેવા, શિસ્ત અને ફરજનિષ્ઠા સાથે કાર્ય કરવાની પ્રેરણા આપી હતી.





