સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ ખાતે ૭૭ માં પ્રજાસત્તાક પર્વ ની ઉત્સાહભેર ઉજવણી કરાઇ

૨૬ જાન્યુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
15 ઑગસ્ટ, 1947ના રોજ ભારત આઝાદ થતાં, આ દિનને સ્વતંત્રતા-દિન તરીકે ઊજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. પરંતુ તે પૂર્વે 13 ડિસેમ્બર 1946ના રોજ બંધારણસભામાં પંડિત જવાહરલાલ નેહરુએ રજૂ કરેલ ઉદ્દેશો અને હેતુઓના ઠરાવ અન્વયે ભારતને ‘સ્વતંત્ર સાર્વભૌમ પ્રજાસત્તાક’ દેશ તરીકે જાહેર કરવાનું સૂચન કરવામાં આવ્યું. બંધારણસભાએ 26 નવેમ્બર, 1949ના રોજ નવા બંધારણને સ્વીકૃતિ બક્ષી તથા તેને કાયદાનું સ્વરૂપ અર્પ્યું. 26 જાન્યુઆરી, 1950ના રોજ અમલમાં આવેલ આ બંધારણના આમુખમાં ભારતને એક ‘સાર્વભૌમ, લોકશાહી પ્રજાસત્તાક’ તરીકે ઘોષિત કરવામાં આવ્યું. માટે ભારતભર માં ૨૬ જાન્યુઆરી નાં દિવસે પ્રજાસત્તાક પર્વ તરીકે ઉજવવામાં આવે છે. આ સંદર્ભે શ્રી સોળગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળ,પાલનપુર સંચાલિત સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ ખાતે ૭૭ માં પ્રજાસત્તાક પર્વ ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શ્રી કે.કે. ગોઠી સ્વસ્તિક હાઈસ્કૂલના દાતાશ્રી નાં પરિવાર માંથી ચેલાભાઈ ગોઠી નાં વરદ હસ્તે ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ ના તમામ વિદ્યાર્થીઓ, સ્ટાફ ગણ, તમામ વિભાગ ના આચાર્ય, મંડળ ના તમામ પદાધિકારીઓએ સાથે મળી ધ્વજ ને સલામી આપી હતી.આ પ્રસંગે મંડળના પ્રમુખ રમેશભાઇ પટેલ (R.M.) દ્વારા દેશપ્રેમ અને દેશભકિત ને ઉજાગર કરવા તમામ નાગરિકોએ સાથે મળી સંનિષ્ઠ પ્રયત્નો કરવા જોઈએ એ બાબતે ભાર મૂકી સૌને ૭૭ માં પ્રજાસત્તાક પર્વ ની શુભકામના પાઠવી હતી.આ કાર્યક્રમ પ્રસંગે સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ ના તમામ વિભાગ ના બાળકો એ દેશભકિત ને લગતા વક્તવ્યો, દેશભકિત ગીત, દેશભકિત ડાન્સ સહિત નાં સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. રમત ગમત ક્ષેત્રે વિશેષ પ્રદર્શન કરનાર બાળ ખેલાડીઓને આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનોના વરદ હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતાં. સ્વસ્તિક શૈક્ષણિક સંકુલને બનાસકાંઠા જિલ્લા કક્ષાની બેસ્ટ સ્કૂલ નો એવોર્ડ મળતા શાળાના દાતાઓ તથા કારોબારી સદસ્યો અને સમાજના આગેવાનો દ્વારા મંડળના પ્રમુખ રમેશભાઈ પટેલનું વિશેષણ સન્માન કરવામાં આવ્યું હતું. દેશભકિત નાં રંગે રંગાવા સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ ના વિદ્યાર્થીઓ નાં વાલીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. આ કાર્યક્રમ નું આયોજન મંડળ ના પ્રમુખ રમેશભાઇ પટેલ નાં માર્ગદર્શન હેઠળ સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ ના તમામ વિભાગ ના આચાર્ય અને સ્ટાફ પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું.







