ARAVALLIBAYADGUJARATMODASA

અરવલ્લી – SOGની મોટી કાર્યવાહી : લાયસન્સ વિના પ્રાઇવેટ સિક્યુરીટી એજન્સી ચલાવતા ઇસમને ઝડપી કાયદેસરની કાર્યવાહી- બાયડ લગ્ન પ્રસંગમાંથી ઝડપાયો 

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

અરવલ્લી – SOGની મોટી કાર્યવાહી : લાયસન્સ વિના પ્રાઇવેટ સિક્યુરીટી એજન્સી ચલાવતા ઇસમને ઝડપી કાયદેસરની કાર્યવાહી- બાયડ લગ્ન પ્રસંગમાંથી ઝડપાયો

નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ (ગાંધીનગર વિભાગ) તથા પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન. જાડેજા સાહેબ, અરવલ્લી ના માર્ગદર્શન હેઠળ તા. ૦૧/૦૧/૨૦૨૬ થી તા. ૩૦/૦૧/૨૦૨૬ દરમ્યાન જિલ્લામાં પ્રાઇવેટ સિક્યુરીટી એજન્સીઓની ચકાસણી માટે વિશેષ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી.આ ડ્રાઇવ અંતર્ગત જિલ્લામાં ગેરકાયદેસર રીતે લાયસન્સ વિના પ્રાઇવેટ સિક્યુરીટી એજન્સી ચલાવતા ઇસમોને શોધી કાઢી પરિણામલક્ષી કાર્યવાહી કરવા સૂચનાઓ આપવામાં આવી હતી.

એચ.પી. ગરાસિયા, પોલીસ ઇન્સ્પેક્ટર, એસ.ઓ.જી. અરવલ્લી-મોડાસા ના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. પોલીસ સ્ટાફ દ્વારા બાયડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળેલ કે ચોઇલા રોડ સ્થિત સુદર્શન સિડ્સ એજન્સીના ગોડાઉન મેદાન ખાતે યોજાયેલા બાયડ પ્રજાપતિ સમાજના સમૂહ લગ્ન પ્રસંગે ખાનગી સિક્યુરીટી તરીકે કેટલાક માણસો ફરજ બજાવી રહ્યા છે.એસ.ઓ.જી. ટીમ દ્વારા સ્થળ પર પહોંચી તપાસ કરતાં જાણવા મળ્યું કે મહાકાલ પ્રાઇવેટ સિક્યુરીટી એજન્સી દ્વારા લાયસન્સ વિના સુરક્ષા સેવાઓ પૂરી પાડવામાં આવી રહી હતી. પંચોને બોલાવી કરાયેલી તપાસ દરમિયાન એજન્સીના માલિક/મેનેજર કનુભાઇ મોહનભાઇ રાવળ (રહે. ગામ સુંદરપુરા, તા. બાયડ, જી. અરવલ્લી) પાસે કોઇ માન્ય લાયસન્સ ન હોવાનું ખુલ્યું.આ બાબતે આરોપી વિરુદ્ધ બાયડ પોલીસ સ્ટેશન ખાતે ગુ.ર.નં. ૦૦૬૨/૨૦૨૬ મુજબ પ્રાઇવેટ સિક્યુરીટી એજન્સી (નિયમન) અધિનિયમ, ૨૦૦૫ ની કલમ ૨૦(૧) હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.તપાસ દરમિયાન વધુમાં જાણવા મળ્યું કે આરોપી છેલ્લા ચાર મહિનાથી ૭ થી ૮ માણસોને સિક્યુરીટી તરીકે રોકી રાખી રોજના રૂ. ૫૦૦/- લેખે મજૂરી ચૂકવી સુરક્ષા સેવાઓ પૂરી પાડતો હતો.આરોપીનું નામ : કનુભાઇ મોહનભાઇ રાવળ
રહે. ગામ સુંદરપુરા, તા. બાયડ, જી. અરવલ્લી

Back to top button
error: Content is protected !!