
ડેસર પરમાર ચિરાગ
ડેસર તાલુકા સહિત શ્રી એમ, કે શાહ હાઇસ્કુલ બાલમંદિર આજે 77 માં સ્વતંત્રતા પર્વની
ભારે દેશભક્તિ ભાવના સાથે ઉત્સાહ અને ઉમંગ ભર્યા વાતાવરણ ઉજવણી કરાઈ જે અંતર્ગત ડેસર ખાતે વાલાવા રોડ પર જન સેવા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શાળા સરસ્વતી વિદ્યા મંદિર ખાતે પણ સ્વતંત્રતા પર્વની ઉજવણી શાળાના પરિવાર દ્વારા દેશભક્તિ ભાવના સાથે ઉલ્લાસપૂર્વક કરાઈ હતી
જેમાં જનસેવા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શાળા સરસ્વતી વિદ્યા મંદિર મુખ્ય ટ્રસ્ટી ચંદ્રકાંતભાઈ પારેખ ધ્વજવંદન કરવામાં આવ્યું હતું
આન બાન અને શાન સાથે રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવામાં આવતા ઉપસ્થિત સૌ કોઈએ રાષ્ટ્રધ્વજ માનભેર ગૌરવ સાથે સલામી અર્પણ કરી હતી શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિને લગતા ગીત સંગીતના સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રસ્તુત કરીને ઉપસ્થિત સૌ કોઈને ટ્રસ્ટી વિમલભાઈ ત્રિવેદી ડોક્ટર રશ્મિકાંત ભાઈ શાળાના આચાર્ય
ઉપસ્થિત રહ્યા હતા અને સૌ કોઈએ ભેગા મળીને રંગે ચંગે 79 માં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરી હતી




