ARAVALLIBHILODAGUJARATMODASA

ભિલોડા શહેરમાં આગની ભયાનક ઘટના, નીલ સાગર કોમ્પ્લેક્સની કપડાંની દુકાન ભસ્મીભૂત – ભિલોડા શહેરમાં નથી કોઈ ફાયર બ્રિગેડની વ્યવસ્થા ..!!!

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

ભિલોડા શહેરમાં આગની ભયાનક ઘટના, નીલ સાગર કોમ્પ્લેક્સની કપડાંની દુકાન ભસ્મીભૂત – ભિલોડા શહેરમાં નથી કોઈ ફાયર બ્રિગેડની વ્યવસ્થા ..!!!


ભિલોડા શહેરમાં આગ લાગવાની એક ભયાનક ઘટના સામે આવી છે. શહેરના નીલ સાગર કોમ્પ્લેક્સમાં આવેલ “શ્રીજી કપડાં” નામની દુકાનમાં અચાનક આગ લાગતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી.
પ્રાપ્ત માહિતી મુજબ દુકાનમાંથી અચાનક ધુમાડો નીકળતા જ થોડી જ વારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગના ગોટેગોટા ઉડતા જોવા મળ્યા હતા, જેના કારણે આજુબાજુની દુકાનોમાં પણ ભયનો માહોલ સર્જાયો હતો.
આગની ઘટનામાં દુકાનમાં રહેલ કપડાંનો મોટો જથ્થો તથા અન્ય સામાન સંપૂર્ણપણે બળી ને ખાખ થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થયાની માહિતી નથી.ઘટનાની જાણ થતાં જ બજારમાં લોકોના ટોળે ટોળાં ઉમટી પડ્યા હતા. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ અકબંધ છે. અગ્નિશામક દળને જાણ કરવામાં આવી હતી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. ઉલખનીય છે કે ભિલોડા શહેર મોટું હોવા છતાં શહેરમાં ફાયર બ્રિગેડ ની કોઈ વ્યવસ્થા ન હોવાથી મોડાસા ખાતેથી ફાયરની ટીમ બોલાવવી પડે છે જે 30 કિમી થી વધુ અંતરે દૂર આવેલ છે હાલ આગ લાગતા લોકોએ પાણી નો મારો લગાવી આગ પર કાબુ મેળવ્યો છે જોકે દુકાનદાર ને લાખો રૂપિયાનું નુકશાન થયાની માહિતી સામે આવી છે


.

Back to top button
error: Content is protected !!